Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અયોધ્યામાં દિવાળીની પુર્વ સંધ્યાએ દિપોત્સવઃ લાખો દિવડાથી ઝગમગશે

અયોધ્યા : છેલ્લા ત્રણ વર્ષોથી અયોધ્યામાં આયોજીત થતો દીપોત્સવ કાર્યક્રમ આ વર્ષે પણ યોજાશે. જેના માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. યુપી સરકારે દિપોત્સવને રાજય મેળાનો દરજજો આપ્યો છે. કોરોનાને કારણે લોકોની સંખ્યા  ઓછી રહેશે. ર૦૧૭માં શરૂ થયેલ આયોજનમાં પહેલા વર્ષે ૧.૭૬ લાખ, ર૦૧૯માં વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સાથે પ.પ૧ લાખ દીવા પ્રગટાવવામાં આવેલ. સરકારના પ્રવકતા શ્રીકાંત શર્માના જણાવ્યા મુજબ ર૦૧૯માં દીપોત્સવ માટે લગભગ ૧.૩૩ કરોડ રૂપીયા ખર્ચ થયેલ.

(3:10 pm IST)
  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST

  • ' આલે....લે " : ઉત્તર પ્રદેશમાં 1 કરોડ 9 લાખ ગ્રાહકો એવા છે કે જેમણે ક્યારેય વીજળીનું બિલ ભર્યું જ નથી : આ ગ્રાહકો પૈકી 96 ટકા ગ્રામ્ય વિસ્તારના છે જેમની પાસે અધધ...68 હજાર કરોડ રૂપિયા લેવાના બાકી છે : યુ .પી.પાવર કોર્પોરેશન લિમિટેડના ચેરમેને ટ્વીટર ઉપર આપી માહિતી access_time 1:33 pm IST

  • હાઈવેની બાજુમાં જ રેલવે લાઈનઃ સરકાર બનાવી રહી છે એક મોટો પ્લાન : ૨૦૨૫ સુધીમાં કેન્દ્ર સરકાર જે નવા હાઈવે બનાવી દેવા માગે છે તેમાં અમદાવાદ- ધોલેરા, કાનપુર- લખનઉ, અમૃતસર- ભટિંડા- જામનગર, હૈદરાબાદ- રાયપુર, નાગપુર- વિજયવાડાનો પણ સમાવેશ થાય છે access_time 3:37 pm IST