Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

MMS કેસમાં આરોપી સેનાના જવાનની અરુણાચલ પ્રદેશના સેલાપાસથી ધરપકડ

--પંજાબ પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આરોપીને મોહાલી લઈ આવી જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે

પંજાબની ખાનગી યુનિવર્સિટી MMS કેસમાં પંજાબ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ કેસમાં ચોથા આરોપીની અરુણાચલ પ્રદેશમાંથી ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી સંજીવ કુમાર એક સેનાનો જવાન છે. પંજાબ પોલીસે આરોપીની અરુણાચલ પ્રદેશના સેલાપાસથી ધરપકડ કરી છે. આ પછી પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર આરોપીને મોહાલી લઈને આવી છે, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવશે. પોલીસે અત્યાર સુધી ચાર લોકોની અટકાયત કરી છે, જેમાં એક છોકરી જેને એમએમએસ બનાવીને લીક કર્યા હતા, કથિત રીતે તેનો બોયફ્રેન્ડ સની મહેતા અને તેના એક મિત્રનો સમાવેશ થાય છે

મળતી જાણકારી મુજબ જે યુવતીએ છોકરીઓના બાથરૂમનો વીડિયો બનાવ્યો હતો, તેને સતત ધમકીઓ મળી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ યુવતીને તેના ફોનમાંથી ચેટ અને કોલ ડિટેલ્સ ડિલીટ કરવા માટે દબાણ કરી રહ્યો હતો. વાસ્તવમાં હવે પોલીસે જ તેની ધરપકડ કરી છે, જે એક સેનાનો જવાન છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે યુવતીએ પહેલા તેના બોયફ્રેન્ડ સાથે વીડિયો શેયર કર્યો હતો, જે વીડિયો સેનાના જવાનો સુધી લઈ ગયો હતો. ત્યારબાદ આરોપી સંજીવે વીડિયો લીક કરવાની ધમકી આપીને અન્ય યુવતીઓના વીડિયો બનાવવા દબાણ કર્યું હતું.  .

(9:51 pm IST)