Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બંધુક્ની અણીએ બળાત્કાર : હરિયાણાના ગુરુગ્રામની પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી યુવતી ઉપર ઓફિસના સહકર્મીએ પિસ્તોલ બતાવી બળાત્કાર કર્યો :ગર્ભવતી થઈ તો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો : પોલીસ તપાસ ચાલુ

ગુરુગ્રામ : હરિયાણાના ગુરુગ્રામમાં એક યુવતી પર બળજબરીથી હથિયાર વડે બળાત્કાર કરીને તેને ગર્ભવતી બનાવવાનો અને પછી બળજબરીથી ગર્ભપાત કરાવવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે DLF ફેઝ-3 પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

યુવતીએ જણાવ્યું કે આરોપી ત્રણ વર્ષ સુધી તેની સાથે રેપ કરતો રહ્યો. આ દરમિયાન જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે આરોપીએ તેનો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

મૂળ હિસારની રહેવાસી 25 વર્ષની યુવતીએ ગુરુગ્રામ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું કે તે DLF ફેસ-3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે અને એક ખાનગી કંપનીમાં કામ કરે છે. તેની કંપનીમાં કામ કરતા યુવક સાથે ત્રણ વર્ષ પહેલા તેની ઓળખાણ થઈ હતી. એક દિવસ આરોપીએ પિસ્તોલ બતાવીને તેની સાથે બળાત્કાર કર્યો, જ્યારે તેણે વિરોધ કર્યો તો તેણે લગ્નનું વચન આપ્યું.

આરોપીએ તેની સાથે ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે આરોપીએ તેનો બળજબરીથી ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તપાસ અધિકારીએ જણાવ્યું કે કેસ નોંધ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસમાં જે તથ્યો બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશેતેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:59 pm IST)