Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નજરકેદ થયા ? સુબ્રમણ્યમ સ્વામીના ટ્વિટથી મોટો ખળભળાટ

- સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ ઉઠ્યા સવાલ :જોકે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે અફવાની તપાસ થવી જોઈએ કે શી જિનપિંગ બેઇજિંગમાં નજરકેદ છે.

નવી દિલ્હી :સોશિયલ મીડિયા પર એવી અફવા છે કે ચીનના રાષ્ટ્રપતિને નજરકેદ કરવામાં આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તાજેતરમાં જ જ્યારે શી જિનપિંગ ઉઝબેકિસ્તાનમાં સમરકંદ SCO સમિટમાં હતા ત્યારે તેમને સેના પ્રમુખ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, અત્યાર સુધી ન તો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી કે ન તો રાજ્ય મીડિયા ગ્લોબલ ટાઈમ્સે આ વાતને નકારી નથી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #XiJinping હેશટેગ હજારોની સંખ્યામાં ટ્વિટ કરવામાં આવી રહ્યું છે. ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ બાદ આ સવાલ ઝડપથી ઉઠી રહ્યો છે. જો કે, તેમણે અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે અફવાની તપાસ થવી જોઈએ કે શી જિનપિંગ બેઇજિંગમાં નજરકેદ છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું, “ચીન વિશે એક નવી અફવા છે, જેની તપાસ કરવામાં આવશે. શું શી જિનપિંગ નજરકેદમાં છે? એવું માનવામાં આવે છે કે જિનપિંગ તાજેતરમાં સમરકંદમાં હતા ત્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ સૈન્ય પ્રમુખને પદ પરથી હટાવવાનું કહ્યું હતું. જે બાદ એવી અફવા છે કે તેઓ નજરકેદ હતા. આ ટ્વીટની સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે

(7:42 pm IST)