Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

'કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ'ના કેસમાં વધારો

આંખોમાં ડ્રાયનેસ, દુખાવો, પાણી નીકળવા જેવી સમસ્યાથી લોકો પરેશાન

નવી દિલ્હી તા. ર૪: કોરોના મહામારીના કારણે શાળાઓ અને કોલેજો હજુ પણ ખૂલી નથી અને મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘરબેઠા ઓનલાઇન એજયુકેશન જ મેળવી રહ્યા છે ત્યારે સતત મોબાઇલ ફોન અને કમ્પ્યૂટરની સ્ક્રીન સામે જોઇ રહેવાના કારણે નવી નવી સમસ્યાઓ પણ વધી રહી છે. ઘણી કંપનીઓએ પણ તેમના કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ'નો વિકલ્પ આપ્યો હોવાથી તેમણે પણ સતત સ્ક્રીન સામે રહેવું પડે છે. આ સ્થિતિમાં આંખ માટે જોખમી 'કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ'ના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.

કોરોનાના કારણે સ્કૂલ-કોલેજો ખૂલી નથી અને વિદ્યાર્થીઓએ ઘેરબેઠાં ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય છે. સતત મોબાઇલ કે લેપટોપનો ઉપયોગ કરતાં બાળકોની દ્રષ્ટિ ધૂંધળી બનવાના અને 'કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ'ના કેસમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. લોકડાઉન દરમિયાન ઘરમાં સતત ટીવી, કમ્પ્યૂટર, મોબાઇલ અને લેપટોપનો ગેમ, ઓફિસવર્ક, એન્ટરટેઇન્મેન્ટ પ્રોગ્રામમાં ઉપયોગના કારણે અને હવે ઓનલાઇન શિક્ષણના કારણે બાળકો અને મોટાંમાં 'કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ'ના કેસ વધ્યા છે.

અમદાવાદનાં ઓપ્થેલમોલોજિસ્ટ ડો. સોનાલી શાહના જણાવ્યા મુજબ ઓનલાઇન અભ્યાસ તેમજ મોટા ભાગના લોકો ઘરથે લેપટોપ પર કામ કરતા હોવાથી 'કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ'ના કેસમાં વધારો થયો છે.

જોકે આ સિઝનમાં કન્ઝકિટવાઇટિસના કેસ પણ જોવા મળે છે. આંખમાં ડ્રાયનેસ, દુખાવો, પાણી નીકળવું, આંખો લાલ થઇ જવી જેવી ફરિયાદો મુખ્ય છે. સામાન્ય રીતે આ સિઝનમાં કન્ઝકિટવાઇટિસના કેસ વધતા હોય છે. ઓનલાઇન અભ્યાસની સાથે દિવસમાં ૮ કલાકથી વધુ લેપટોપ મોબાઇલનો ઉપયોગ કરતાં બાળકોને ડ્રાય આઇની તકલીફ થયા બાદ લાંબા ગાળે આંખની દ્રષ્ટિ ધૂંધળી થઇ શકે છે, જેથી ઓનલાઇન કલાસ કરતાં બાળકોનાં માતા-પિતા બાળકો કેટલું ભણે છે તેવું ધ્યાન રાખવાની સાથે બાળકો અડધા કલાકથી લાંબો સમય મોબાઇલ-લેપટોપ સ્ક્રીન પર એકીટશે જોયા ન કરે તેની પણ સાવધાની રાખવી જરૂરી છે. (૭.૩૪)

આ તકલીફને નિવારવા માટેના ઉપાય

. એન્ટિગ્લેર ચશ્માં અચૂક પહેરી રાખવાં.

. કમ્પ્યૂટર સ્ક્રીનને આંખોના લેવલથી ૧પ-ર૦ ડિગ્રી નીચે રાખવો.

. ડિજિટલ સ્ક્રીનને વધારે વાર ન જોવો.

. અંધારામાં મોબાઇલનો ઉપયોગ ન કરવો.

. સળંગ બે કલાક કામ કર્યા બાદ આશરે પંદિર નિમિટનો નાનો બ્રેક લઇ આંખોને શાંતિથી બંધ કરીને બેસવું.

. કમ્પ્યૂટર સ્ક્રીનને તમારાથી આશરે ૧૦ થી ૧પ ઇંચ દૂર રાખવો.

. મોબાઇલનો ઉપોગ કરો ત્યારે વધારે નજીકથી ન જોવું.

. આંખોને આરામ આપવા રોજ રાતે એક બરફના ટુકડાને રૂમાલમાં વીંટાળીને થોડીવાર આંખ બંધ કરી તેના ઉપર ફેરવવો.

. આંખો બળતી હોય તો ડોકટરની સલાહ લઇને નેચરલ ટિયર ડ્રોપ્સ નાખવાં.

(4:06 pm IST)
  • રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના સંત બોસ સ્વામી અક્ષર નિવાસી થયાઃ કોરોનાની સારવાર ચાલુ હતી : ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિરના વધુ ત્રણથી ચાર સંતો અને પાર્ષદોને કોરોનાઃ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ નિજ મંદિર તા.૧ ઓકટોબર સુધી બંધ access_time 1:40 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ : અનેક કર્મચારીઓને કોરોના વળગ્યોઃ યુનિવર્સિટી ટાવર સોમવાર સુધી બંધ :ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટઃ પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ સમગ્ર યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીને પણ કોરોના : યુનિવર્સિટી નો ટાવર સોમવાર સુધી બંધ access_time 4:03 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે 47 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : રાત્રે 8 વાગ્યા સુધીમાં વધુ 28,775 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 27,00,625 રિકવર થયા access_time 8:25 pm IST