Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સુરતમાં મોડી રાત્રે ઘટી મોટી દુર્ઘટના : હજીરા ખાતે ઓએનજીસી પ્લાન્ટમાં થયો જબ્બર વિસ્ફોટ : શહેરમાં વિસ્ફોટોના અવાજથી લોકો ગભરાઈ રસ્તા પર ઉતરી આવ્યા : 10 કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાય છે. (કર્ટસી - સ્પીડ રિપોર્ટ)

ONGCના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઈપ લાઈનમાં હાઈડ્રો કાર્બન ગેસ લીકેજના કારણે લાગી આગ

સુરત : મળતી માહિતી મુજબ હજીરા ખાતે આવેલા ONGC ના પ્લાન્ટમાં મુંબઈથી આવતી મુખ્ય ગેસ પાઈપ લાઈનમાં ગેસ લીકેજના કારણે વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ આગ લાગી છે. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે 5-6 કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવાની શક્યતા છે. સુરતના જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ ONGC ટર્મિનલની બાજુમાં ગેસ લીકેજ થતા આગ લાગી છે.

સવારે 3.05 વાગે લીકેજના કારણે 3 જબ્બર ધડાકા થયા હતા. હાઈડ્રો કાર્બન ગેસ લીકેજ થતા આ ધડાકા થયા હોવાનું મનાય રહ્યું છે. તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં હાલ જાનહાનિ અંગે કશું કહી શકાય એમ નથી. જે પાઈપલાઈનમાં લીકેજના કારણે ધડાકા બાદ આગ ફાટી નીકળી તે મુંબઈની હાઈ લાઈન હાલ બંધ કરી દેવાઈ છે.

આ દુર્ઘટનામાં ONGCના 3 કર્મચારી લાપત્તા હોવાનું કહેવાય છે. જો કે હજુ સત્તાવાર આ અંગે કોઈ માહિતી અપાઈ નથી. ઓએનજીસીના ગેસ ટર્મિનલની બાજુમાં આ આગ લાગી છે અને ગેસ લીકેજના કારણે થયેલા વિસ્ફોટ બાદ આજુબાજુના વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ ફેલાય ગયો છે. 

 

(6:54 am IST)