Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સ્ટેટ જીએસટીની મોટી કાર્યવાહી : સીંગદાણાના 304 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ અંગે પોરબંદરથી પ્રવીણ તન્નાની ધરપકડ

ચોરી કરતા વેપારી દ્વારા અલગ અલગ 8 પેઢીના નામે વેટ નંબર લેવામાં આવ્યા હતા.

અમદાવાદ : કરચોરી મામલે સ્ટેટ GST વિભાગે મોટી કાર્યવાહી કરી હતી જેમાં સૌરાષ્ટ્રમાંથી રૂપિયા 304 કરોડનું ઈ વે-બિલ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. રાજકોટ વેટ વિભાગે સિંગદાણાના વેપારમાં થતી કરચોરીને ઝડપી પાડી હતી આ અગાઉ કાર્યવાહીમાં  જૂનાગઢના સંજય મશરૂ નામના એક શખ્સને 15.21 કરોડની વેટ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આ કૌભાંડ મામલે પોરબંદરથી પ્રવીણ તન્નાની ધરપકડ કરાઈ છે

 ચોરી કરતા વેપારી દ્વારા અલગ અલગ 8 પેઢીના નામે વેટ નંબર લેવામાં આવ્યા હતા. અને આ સિંગદાણાની રાજ્ય તથા રાજ્યની વહાર નિકાસ આ વેપારી કરતો હતો. સૌરાષ્ટ્રના અલગ અલગ 35 સ્થળો પર વેટ વિભાગે દરોડા પાડ્યા હતા. જેમાંથી જૂનાગઢના સંજય મશરૂ નામના એક શખ્સને 15.21 કરોડની વેટ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી 

(12:00 am IST)