Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર રમખાણો સાથે જોડાયેલા 77 કેસ પાછા ખેંચી લીધા: આજીવન કેદ સાથે સંબંધિત હતા

510 કેસોમાંથી 175 કેસોમાં ચાર્જશીટ દાખલ : 165 કેસોમાં અંતિમ અહેવાલ રજૂ કરાયો :170 કેસોને કાઢી નાખ્યા

ઉત્તર પ્રદેશ સરકારે 2013 ના મુઝફ્ફરનગર રમખાણો સાથે જોડાયેલા 77 કેસ પાછા ખેંચી લીધા છે. આ કેસો આજીવન કેદ સાથે સંબંધિત હતા અને તેમને પાછા ખેંચવાનું કારણ યુપી સરકાર દ્વારા આપવામાં આવ્યું નથી. આ મામલામાં એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત વરિષ્ઠ વકીલ વિજય હંસરીયા દ્વારા મંગળવારે સુપ્રીમ કોર્ટને આ માહિતી આપવામાં આવી હતી, આ કેસમાં સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા કેસોના વહેલા નિકાલની વિનંતી કરી હતી.

વિજય હંસરીયાએ એડવોકેટ સ્નેહા કલિતા વતી દાખલ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે 2013 ના મુઝફ્ફરનગર રમખાણોને લગતા કુલ 510 કેસોની માહિતી આપી છે. મેરઠ ઝોનના પાંચ જિલ્લાઓમાં 6869 આરોપીઓ સામે આ કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું કે, આ 510 કેસોમાંથી 175 કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, 165 કેસોમાં અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવ્યા છે અને 170 કેસોને કાઢી નાખવામાં આવ્યા છે.

આ પછી રાજ્ય સરકારે સીઆરપીસી ની કલમ 321 હેઠળ 77 કેસ પાછા ખેંચી લીધા. આ અંગે જારી કરાયેલા સરકારી આદેશમાં કેસ પાછા ખેંચવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમણા અને ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને સૂર્યકાંતની ખંડપીઠ બુધવારે એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે કે જે સાંસદો અને ધારાસભ્યો સામે નોંધાયેલા કેસોને વહેલી તકે પરત ખેંચે.

(12:54 am IST)