Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ભારતના દિગ્ગજ ફુટબોલર ઓ ચંદ્રશેખરનુ 86 વર્ષની વયે નિધન

છેલ્લા એક દાયકાથી ડિમેન્શિયાથી પીડાતા હતા:ચંદ્રશેખરન ભારતીય ફુટબોલ ટીમમાં ડિફેન્ડર તરીકે રમતા હતા.

ભારતના ફૂટબોલ લિજેન્ડ ઓ ચંદ્રશેખરન (O Chandrasekharan) નું 86 વર્ષની વયે નિધન થયું. ચંદ્રશેખરન જેઓ કેરળના છે, તેમણે 1960 રોમ ઓલિમ્પિક (Rome Olympics 1960) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ છેલ્લા એક દાયકાથી ડિમેન્શિયા (મગજ સંબંધિત રોગ) થી પીડાતા હતા. ચંદ્રશેખરન ભારતીય ફુટબોલ ટીમ (Indian Football Team) માં ડિફેન્ડર તરીકે રમતા હતા. તેઓને 1954 માં સંતોષ ટ્રોફી દરમ્યાન પ્રથમ વાર ઓળખ મળી હતી.

ભારતીય ફૂટબોલ ટીમે છેલ્લે 1960 માં રોમ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભારતે ફ્રાન્સ સામે 1-1 થી ડ્રો મેચ રમી હતી. જેમાં ચંદ્રશેખરને મહત્વની ભૂમિકા ભજવી હતી. ચંદ્રશેખરનના થોડા દિવસો પહેલા પૂર્વ ઓલિમ્પિયન એસ એસ હકીમનું નિધન થયું હતું. ચંદ્રશેખરન 1962 એશિયન ગેમ્સનો પણ ભાગ હતા. જેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 1964 એએફસી એશિયન કપના સિલ્વર મેડલ વિજેતા ટીમનો પણ ભાગ હતો. તે પીકે બેનર્જી, ચુન્ની ગોસ્વામી, તુલસીદાસ બલરામન અને જર્નેલ સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે રમ્યા હતા.

ઓ ચંદ્રશેખર મેનનનો જન્મ 1936માં 10 જૂલાઇએ કેરળના ત્રિશૂરના ઇરિંજલાકુડા શહેરમાં થયો હતો. તેઓ 85 વર્ષીય લાંબુ જીવન જીવ્યા હતા. તેઓ એ કેરળના કોચીમાં અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા દશ વર્ષથી પોતાની બિમારી સામે લડી રહ્યા હતા. લાંબા સમય સુધી બિમારી સામે લડ્યા બાદ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

ચંદ્રશેખરનનો જન્મ થિસ્સુરમાં થયો હતો. તેમણે એર્નાકુલમની મહારાજા કોલેજમાં તેમની ફૂટબોલ કુશળતા પર કામ કર્યું. ઓ ચંદ્રશેખરને 1959 માં ભારતમાં પદાર્પણ કર્યું અને સાત વર્ષ દેશ માટે રમ્યા. ખેલાડી તરીકે નિવૃત્ત થયા બાદ, તેમણે 1994-95 સીઝનમાં એફસી કોચીના જનરલ મેનેજર તરીકે થોડા સમય માટે જવાબદારી સંભાળી હતી. 1966 માં નિવૃત્તિ પછી, તે SBI ટીમ તરફથી રમ્યા હતા. તેમણે મહારાષ્ટ્રની કેપ્ટનશીપ પણ કરી હતી જેમની ટીમ 1963 માં સંતોષ ટ્રોફી જીતી હતી. તેઓએને મુંબઇમાં રમવા માટે આમંત્રીત કરવામાં આવ્યા હતા. જેના થી તેમને કેલ્ટેક્સ ક્લબ સાથે રમવના શ્રેષ્ઠ મોકો મળ્યો હતો. જ્યાં તેઓએ 1966 સુધી તે ક્લબ સાથે રમ્યા હતા.

(12:43 am IST)