Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પંજશીરના પહાડોમાં ભીષણ યુદ્ધ : અહમદ મસૂબનો હુંકાર : જીવ આપી દઈશ પણ જમીન તો નહીં જ આપું

પંજશીર આસપાસ તાલિબાન અને નોર્ધન એલાયન્સની વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ : તાલિબાન અને પંજશીર વચ્ચે વાતચીત પણ ચાલી રહી હોવાના હેવાલ

કાબુલ :સમગ્ર અફઘાનિસ્તાન પર કબ્જાનો દાવો કરનારા તાલિબાન માટે પંજશીર પ્રાંત કબ્જે લેવામાં લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે… અહીં પંજશીર આસપાસ તાલિબાન અને નોર્ધન એલાયન્સની વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું છે.પંજશીરના યૌદ્ધાઓ પહાડોની ટોચ પર હોવાને કારણે તાલિબાનીઓને હારનો સામનો કરવો પડી રહ્યો છે

જો કે તાલિબાનીઓ પણ જોરદાર ફાયરિંગ અને રોકેટ લોન્ચર ફાયર કરતા જોવા મળી રહ્યાં છે. તાલિબાનના સૂત્રોએ દાવો કર્યો કે પંજશીરની અનેક મહત્વની ચોકીઓ પર તાલિબાન પહોંચી ગયું છે. એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે પંજશીરની મોબાઈલ કનેક્ટિવિટી કાપી દેવાઈ છે. આ બધા વચ્ચે પંજશીરમાં અહેમદ મસૂદે લોકોને સંબોધિત કર્યા.હતા

જેમાં ત્યાંના લોકોએ મસૂદ પ્રત્યે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું મસૂદે લોકોને કહ્યું કે આપણે જીવ આપી દઈશું પરંતુ પોતાની જમીન અને સન્માન સાથે સમજૂતી નહીં કરીએ.. કહેવાઈ રહ્યું છે પરદા પાછળ તાલિબાન અને પંજશીર વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.. પંજશીરની સામે મોટી પરેશાની એ છે કે તેમની પાસે ભારે માત્રામાં હથિયાર અને સપ્લાઈ નથી.

(10:15 pm IST)