Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પોર્ન ફિલ્મ કેસ : રાજ કુન્દ્રાની કથિત પોર્ન ફિલ્મ ડિરેક્ટર તરીકેની આરોપી અભિનેત્રી ગેહાના વસિષ્ઠે બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી : અગાઉની બે એફઆઈઆરમાં કસ્ટડીમાં રહી ચુકી હોવાથી હવે ત્રીજી એફઆઈઆરથી ધરપકડ થતી રોકવા માંગણી

મુંબઈ : રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ ડિરેક્ટર તરીકેની આરોપી અભિનેત્રી ગેહાના વસિષ્ઠે બોમ્બે હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરી છે. તેણે જણાવ્યું છે કે મુંબઈ પોલીસે ત્રીજી એફઆઈઆરમાં તેની ધરપકડ કરવાની માંગ કરી છે . જ્યારે તે પોર્ન ફિલ્મ કેસમાં દાખલ કરવામાં આવેલી અગાઉની બે એફઆઈઆરમાં કસ્ટડીમાં હતી.

અભિનેત્રી ગેહના વસિષ્ઠે બોમ્બે હાઇકોર્ટનો સંપર્ક કરીને પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં ધરપકડ પહેલા જામીન માંગ્યા છે, જેમાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા પણ આરોપી છે. (ગેહના વશિસ્ત વિ. મહારાષ્ટ્ર રાજ્ય)

ભારતીય દંડ સંહિતા, કલમ 66E, 67, 67A (કલમ 354C તથા  292, 293 (અશ્લીલ સામગ્રીનું વેચાણ) હેઠળ દાખલ કરવામાં આવેલી FIR માં સેશન્સ કોર્ટે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યા બાદ વસિષ્ઠે હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

પોર્ન  ફિલ્મોના કથિત રીતે નિર્દેશક વસિષ્ઠે "અશ્લીલ ફિલ્મ વિડીયો" માં અભિનય કરવા માટે મહિલાઓને ધમકી આપી, બળજબરી કરી અને લાલચ આપ્યાની ફરિયાદ નોંધાયા બાદ આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણીને વસિષ્ઠની ફિલ્મો માટે અશ્લીલ વિડીયોમાં અભિનય કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે મોબાઇલ એપ્લિકેશન, હોટશોટ પર અપલોડ કરવામાં આવી હતી, જે રાજ કુન્દ્રાની કંપનીની હતી.

વશિષ્ઠના વકીલે દલીલ કરી જણાવ્યું હતું કે આ અગાઉ આ જ કારણસર બે એફઆઈઆર થવાથી તેની ધરપકડ થઇ ચુકી છે. અને હવે ત્રીજી વખત ધરપકડ કરવાનો મતલબ નથી. તેને સુગર ઘટી જવાથી હાર્ટ એટેક પણ આવી ગયેલો છે.

કેસની આગામી મુદત 26 ઓગસ્ટ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)