Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

છત્તીસગઢ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ :મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને ટી.એસ.સિંહ દેવની રાહુલ ગાંધી સાથે મુલાકાત

રાજ્યમાં ટોચના પદ માટે કથિત દાવા વચ્ચે મુખ્યમંત્રી પદની માંગ હોવાની ચર્ચા

નવી દિલ્હી :છત્તીસગઢ કોંગ્રેસમાં ટકરાવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સ્વાસ્થ્ય મંત્રી ટી.એસ.સિંહ દેવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બન્ને નેતાઓની રાહુલ ગાંધી સાથે બેઠક ત્યારે થઇ જ્યારે દેવે રાજ્યમાં ટોચના પદ માટે કથિત દાવા વચ્ચે મુખ્યમંત્રી પદની માંગ કરી હતી. બઘેલ અને દેવ બન્નેએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી કારણ છે છત્તીસગઢ કોંગ્રેસમાં આંતરિક વિખવાદનો ખતરો છે.

પાર્ટી નેતાઓ અનુસાર, રાજ્યના બન્ને નેતા છત્તીસગઢ પ્રભારી પી.એલ.પુનિયા અને અન્ય નેતાને મળશે. તાજેતરમાં જ મહિલા કોંગ્રેસ પ્રમુખ સુષ્મિતા દેવના પાર્ટીમાંથી બહાર થયા બાદ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કોંગ્રેસે પહેલા પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક અને કેટલાક પૂર્વોત્તરના રાજ્યમાં આ રીતની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

બઘેલ અને દેવ વચ્ચે મતભેદના સમાચાર છે. દેવ અને બઘેલ નવી દિલ્હીનો પ્રવાસ કરી રહ્યા છે. દેવ, રેકોર્ડ માટે કહે છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નિર્ણય કરશે.

2018ની વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે બઘેલ, દેવ, ચરણ દાસ મહંત અને તામ્રધ્વજ સાહૂના નામ ચર્ચામાં હતા. જોકે, કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે કેટલીક બેઠક કર્યા બાદ બઘેલ વિજેતા બનીને ઉભર્યા હતા. એવા પણ સમાચાર હતા કે કોંગ્રેસે બઘેલ અને દેવને ખુશ કરવા માટે સીએમ પોસ્ટ-શેરિંગ ફોર્મૂલા અપનાવી હતી. કોંગ્રેસે આ વર્ષે જૂનમાં રાજ્યમાં અઢી વર્ષ પૂર્ણ કરી લીધા છે

(7:48 pm IST)