Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ઉત્પાતી તાલિબાનોએ ગઝની પ્રાંતનું પ્રવેશ દ્વાર તોડી પાડ્યું

અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પહેલાંની ક્રૂરતા જેવા દ્રશ્યો : ગઝની પ્રાંતનો ગેટ તોડવામાં આવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ ગેટને અશરફ ગની સરકારે બનાવ્યો

કાબુલ,તા.૨૪ : અફઘાનિસ્તાનમાં ૨૦ વર્ષ પછી સત્તા પર આવેલા તાલિબાનોએ ઉત્પાત મચાવવાનુ શરુ કરી દીધુ છે. ૨૦ વર્ષ પહેલા તાલિબાને જે ક્રુરતા આચરી હતી તે દ્રશ્યો હવે ફરી જોવા મળી રહ્યા છે.

તાલિબાને ગઝની પ્રાંતનુ પ્રવેશદ્વાર તોડી પાડ્યુ છે. જે પ્રાંતની સાંસ્કૃતિક ધરોહર તરીકે જોવામાં આવતુ હતુ. તાલિબાનીઓને પ્રવેશ દ્વાર ગમ્યુ નહોતુ અને આથી તેને પાડી નાંખવામાં આવ્યુ છે. ગઝની પ્રાંતના ગેટને તોડવામાં આવતો વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગેટને અશરફ ગની સરકારે બનાવ્યો હતો.

જોકે તોડફોડની પહેલી ઘટના નથી. સત્તા પર આવ્યા બાદ તાલિબાને બામિયાનમાં હજારા નેતા અબ્દુલ અલી મજારીની પ્રતિમા પણ તોડી નાંખી હતી. તાલિબાને ૧૯૯૫માં તેમની હત્યા કરી નાંખી હતી. બામિયાન પ્રાંત જગ્યાએ છે જ્યાં ભગવાન બુધ્ધની વિરાટકાય મૂર્તિને તાલિબાને ૨૦૦૧માં પોતાના શાસન દરમિયાન વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી.

(7:38 pm IST)