Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

એક સાથે બે જગ્યાએ સુનાવણી ન થઇ શકે : દિલ્હી હાઇકોર્ટે રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી ફગાવી : સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હોવાથી દિલ્હી હાઇકોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી ફગાવી દીધી છે. જેના કારણમાં જણાવ્યું છે કે એક સાથે બે જગ્યાએ સુનાવણી ન થઇ શકે . આ બાબતે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હોવાથી અને તેની સુનાવણી બાકી હોવાથી દિલ્હી હાઇકોર્ટે સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે.

મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોતિ સિંહની ડિવિઝન બેંચે જણાવ્યું હતું કે વિરોધાભાસી આદેશોની શક્યતાને ટાળવા માટે આ મામલે સુનાવણીનો ઇન્કાર કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે સાદ્રે આલમે એડવોકેટ બી.એસ. બગ્ગા મારફતે દાખલ કરેલી, હાલની અરજીમાં અસ્થાનાને 27 જુલાઈના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશને પડકારવામાં આવ્યો છે. અરજીમાં જણાવાયું છે  કે 31 જુલાઈના રોજ નિવૃત્ત થવાના ચાર દિવસ પહેલા દિલ્હી પોલીસ કમિશનર તરીકે અસ્થાનાની નિમણૂક કરવામાં આવી હતી. અસ્થાનાની નોકરીનો  બાકીનો કાર્યકાળ ઓછામાં ઓછો છ મહિનાનો ન હતો .  દિલ્હી પોલીસ કમિશનરની નિમણૂક માટે કોઈ UPSC પેનલ બનાવવામાં આવી ન હતી અને બે વર્ષના લઘુત્તમ કાર્યકાળના ધોરણની અવગણના કરવામાં આવી છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(6:54 pm IST)