Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પાઠ્યપુસ્તકો આપ્યા વિના શાળાઓ ફરીથી ખોલવાનો કોઈ મતલબ નથી : સ્કૂલો ખોલવાના સમયે પાઠ્ય પુસ્તકો મળી રહેવા જોઈએ : કર્ણાટક હાઇકોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગ્યો

કર્ણાટક : રાજ્યે સરકારે ધોરણ નવ અને દસની સ્કૂલો ફરીથી ખુલ્લી મુકવાનો નિર્ણય કર્યો છે. પરંતુ અભ્યાસ માટે પાઠ્ય પુસ્તકો પ્રાપ્ત ન હોવાથી ત્રણ વાલીઓ દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તકો આપ્યા વિના શાળાઓ ફરીથી ખોલવાનો કોઈ મતલબ નથી .  સ્કૂલો ખોલવાના સમયે પાઠ્ય પુસ્તકો મળી રહેવા જોઈએ. નામદાર કોર્ટે રાજ્ય સરકારનો ખુલાસો માંગતી નોટિસ પાઠવીહતી.

જેના અનુસંધાને રાજ્ય સરકારે જણાવ્યું છે કે સપ્ટેમ્બર માસના અંત સુધીમાં તબક્કાવાર રીતે પાઠ્ય પુસ્તકો આપવાનું શરૂ થઇ જશે.હાલમાં પ્રિન્ટિંગ ચાલુ છે. નામદાર કોર્ટે રાજ્ય સરકારના જવાબથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે સ્કૂલ ખોલવાનો સમય અને પાઠ્ય પુસ્તકો મળવાની વ્યવસ્થા વચ્ચે સુમેળ હોવો જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:19 pm IST)