Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કોંગ્રેસ દ્વારા મહારાષ્‍ટ્રની બીએમસી ચૂંટણી માટે રણનીતિ બનાવાઇઃ રતેશ દેશમુખ-મિલિંદ સોમન-સોનુ સુદ જેવા પ્રતિષ્‍ઠિત વ્‍યકિતઓને મેયર તરીકે બેસાડવા વિચારણા

મહારાષ્‍ટ્રના પ્રભારી એચ.કે. પાટીલ સામે નામો રજુ કરાશે

મુંબઇઃ BMC ચૂંટણી માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. પાર્ટીએ પોતાની સત્તા પરત મેળવી લેવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી લીધી છે.

પાર્ટીએ મેયર પદ માટેના ઉમેદવારોના નામ મુદ્દે ચર્ચા કરી હતી અને માત્ર એટલું જ નહી તે સજેશન પણ આપ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના દિકરા રિતેશ દેશમુખ, મૉડલ મીલિંદ સોમન અને કોરોના કાળમાં મસિહા બનેલા સોનુ સુદ જેવા પ્રતિષ્ઠિત નામો પર વિચાર કરવામાં આવે.

આ રણનીતિ દસ્તાવેજમાં ત્રણ નામોમાંથી કોઇ પણ કોંગ્રેસનું સદસ્ય નથી. 25 પાનાના આ દસ્તાવેજ શહેર કોંગ્રેસ સચિવ ગણેશ યાદવે તૈયાર કર્યુ હતુ અને આધિકારીક રીતે પાર્ટી નેતાઓ સામે રજુ કરવાનું પણ બાકી છે. આ દસ્તાવેજ થોડા દિવસોમાં મહારાષ્ટ્રના પ્રભારી HK પાટીલ સામે રજુ કરવાની આશા છે.

યંગસ્ટર્સ પર ફોકસ

 HK યાદવે જણાવ્યું કે, મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ ભાઇ જગતાપ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ દસ્તાવેજને લઇને ચર્ચા કરશે. તેમાં સજેશન આપવામાં આવ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પહેલા મેયરના ઉમેદવારની ઘોષણા કરી દેવી જોઇએ. ઉમેદવાર એવો હોવો જોઇએ જેની યુવા પેઢી પર સારી પકડ હોય.

શિવસેના સાથે ગઠબંધનની રણનીતિ સ્પષ્ટ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાનમાં અમારી નીતિ સ્પષ્ટ નથી અને અમે શિવસેનાની વર્તમાન BMC સરકારનો વિરોધ નથી કરી રહ્યાં કારણકે અમે રાજ્ય સ્તર પર તેમની સાથે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યાં છીએ. આવા મુદ્દાઓ પર અમારી સ્થિતિ સ્પષ્ટ હોવી જોઇએ જેથી અમે લોકોને પ્રભાવી રીતે અમારો મેસેજ પહોંચાડી શકીએ.

સોનૂ સુદે શું કહ્યું

મહત્વનું છે કે સોનુ સુદને પહેલા પણ રાજનીતિમાં આવવા માટે પૂછવામાં આવ્યું હતુ ત્યારે તેણે કહ્યું કે, જ્યારે પણ તે રાજનીતિમાં આવશે ત્યારે બધાને જણાવશે પરંતુ હજુ તેણે આ મુદ્દે કોઇ વિચાર કર્યો નથી. ટ્વિટર પરથી જાણકારી આપતા સોનુંએ કહ્યું કે આ રિપોર્ટમાં સહેજ પણ સચ્ચાઇ નથી. હું સામાન્ય માણસ બનીને જ ખુશ છું.

(5:22 pm IST)