Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અફઘાનિસ્‍તાનમાંથી લોકોને રેસ્‍ક્‍યુ કરીને પહોંચેલા યુક્રેનના વિમાનને અજાણ્‍યા શખ્‍સોએ હાઇજેક કરી લીધુઃ ઇરાન લઇ જવાયુ હોવાનો યુક્રેનના મંત્રીનો દાવો

અફઘાનિસ્‍તાનમાં હજુ પણ 100થી વધુ યુક્રેની નાગરિકોને વતન લાવવા પ્રયાસો

કાબુલ: અફઘાનિસ્તાનમાં લોકોને રેસક્યૂ કરીને પહોચેલા યૂક્રેનના વિમાનને હાઇજેક કરી લેવામાં આવ્યુ છે. યૂક્રેન સરકારના મંત્રીએ આ દાવો કર્યો છે. આ વિમાનને ઇરાન લઇ જવામાં આવ્યુ છે. મંત્રી અનુસાર, રવિવારે આ વિમાનને હાઇજેક કરવામાં આવ્યુ હતું, જેને અજાણ્યા લોકોએ પોતાના કબજામાં લઇ લીધુ છે.

યૂક્રેન સરકારમાં ડેપ્યુટી વિદેશ મંત્રી Yevgeny Yeninએ જાણકારી આપી છે કે રવિવારે અમારા પ્લેનને અજાણ્યા લોકો દ્વારા હાઇજેક કરી લેવામાં આવ્યુ છે. મંગળવારે આ વિમાનને ઇરાન લઇ જવામાં આવ્યુ છે, જેમાં અજાણ્યા લોકો છે.

100 યૂક્રેની અફઘાનિસ્તાનમાં

એજન્સી અનુસાર, જે લોકોએ આ પ્લેનને હાઇજેક કર્યુ તે તમામ હથિયારથી લેસ હતા. હજુ આ જાણકારી મળી નથી કે કોમે આ વિમાનને હાઇજેક કર્યુ છે. યૂક્રેન દ્વારા સતત પોતાના લોકોને અફઘાનિસ્તાનમાંથી રેસક્યૂ કરવામાં આવી રહ્યા છે.

જાણકારી અનુસાર, અત્યાર સુધી 83 લોકોને કાબુલથી કીવ સુધી લાવવામાં આવ્યા છે. જેમાં 31 યૂક્રેની નાગરિક સામેલ હતા. અફઘાનિસ્તાનમાં હજુ પણ આશરે 100થી વધારે યૂક્રેની નાગરિક છે, જેમને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ પરથી લોકોને રેસક્યૂ કરવામાં આવી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, યૂક્રેન, ભારત સહિત વિશ્વના કેટલાક દેશ પોતાના નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. નાટો દેશો સાથે અમેરિકાએ કાબુલ એરપોર્ટને પોતાના કંટ્રોલમાં લઇ લીધુ છે, તેમની મદદથી લોકોનું રેસક્યૂ કરવામાં આવી રહ્યુ છે.

(5:17 pm IST)