Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

પોલીસ સ્ટેશનમાં નારાયણ રાણેનું બ્લડપ્રેશર અચાનક વધી ગયું: હોસ્પિટલમાં ખસેડવાની ભલામણ: કોર્ટના ચુકાદાની જોવાતી રાહ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વિરૂદ્ધ જાહેરમાં અજુગતા શબ્દો બોલનાર અને તે અન્વયે ધરપકડ બાદ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને  મહારાષ્ટ્રના સંગમેશ્વર પોલીસ સ્ટેશન લઈ જવામા આવ્યા છે. ત્યાં અત્યારે તેમને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થઈ હોવાનુ જાણવા મળ્યું છે. ત્યાં હાજર ડોક્ટરોએ જણાવ્યું કે તેમને તાત્કાલિક હોસ્પીટલમા ભરતી કરવાની જરૂર છે. વિશેષ વિગતો ની રાહ જોવાઇ રહી છે. દરમિયાન તેમની જામીન અરજીના ચુકાદા તરફ સૌની મીટ મંડાયેલી છે

(4:44 pm IST)