Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

સલમાનખાનને એરપોર્ટ પર રોકનાર CISFના જવાન સામે કાર્યવાહીઃ મોબાઈલ જપ્ત કરાયો

જવાન સોમનાથ મોહંતી પર પ્રોટોકોલનો ભંગ કરવાનો આરોપ છે

મુંબઈ, તા.૨૪: બોલીવૂડ સ્ટાર સલમાનખાનને મુંબઈ એરપોર્ટ પર ચેકિંગ માટે રોકનારા સીઆઈએસએફના જવાનની સોશિયલ મીડિયામાં વાહ વાહી થઈ હતી.

જોકે હવે તેની સામે એકશન લેવામાં આવ્યા છે. જવાન સોમનાથ મોહંતી પર પ્રોટોકોલનો ભંગ કરવાનો આરોપ છે. અધિકારીઓએ તેમનો મોબાઈલ જપ્ત કરી લીધો છે. મીડિયા સાથે વાતચીત કરવા સામે પણ તેમને ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓરિસ્સાની એક મીડિયા સાથે સલમાનખાનની દ્યટનાના સંદર્ભમાં મોહંતીએ વાતચીત કરી હતી. મોહંતીનો ફોન એટલે જપ્ત કરવામાં આવ્યો હતો કે, જેથી તે આ દ્યટના અંગે મીડિયા સાથે વાતચીતના કરી શકે. અધિકારીઓનુ કહેવુ છે કે, મીડિયા સાથે આ પ્રકારની દ્યટના અંગે વાતચીત કરવી એ પ્રોટોકોલનુ ઉલ્લંઘન છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ..પાર્ટ ૩નું શૂટિંગ માટે રશિયા રવાના થઈ રહ્યો હતો ત્યારે સીઆઈએસએફ જવાને તેની ઓળખની ચકાસણી કરવા માટે તેને રોકયો હતો. પોતાની ફરજ નિભાવવા માટે લોકોએ આ જવાનની ભારે પ્રશંસા કરી હતી.

(4:05 pm IST)