Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મારુતિ-સુઝુકીને CCIએ ૨૦૦ કરોડનો દંડ ફટકાર્યો : ૬૦ દિવસમાં જમા કરાવવા આદેશ

ડિસ્કાઉન્ટમાં હેરાફેરી કરતા દેશની સૌથી મોટી કાર કંપની

નવી દિલ્હી, તા.૨૪:  ભારતના પ્રતિસ્પર્ધા આયોગે મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ પર મોટી કાર્યવાહી કરી છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની છે. જેના પર સીસીઆઈએ ૨૦૦ કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

CCIનું માનવું છે કે મારુતિ કંપનીએ કોમ્પિટિશનના નિયમોનો ભંગ કર્યો છે જેના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. ઘ્ઘ્ત્ એ આરોપ લગાવ્યો છે કે મારુતિ ડીલર્સ પર દબાણ કરી કારો પર ડિસ્કાઉન્ટ નક્કી કર્યુ. મારુતિની વિરુદ્ધ વર્ષ ૨૦૧૯માં ઘ્ઘ્ત્એ તપાસ શરુ કરી જેમાં કારો પર ડિસ્કાઉન્ટને લઈને આરોપ લગાવ્યા હતા. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મારુતિએ દબાણના ચાલતા કાર ડીલરોમાં વેચાણ માટે હોડ જોવા મળી છે. જેનાથી ગ્રાહકોને નુકસાન થયું કેમ કે ડીલર કોઈ દબાણ વગર પોતાની રીતે ભાવ અને ડિસ્કાઉન્ટ નક્કી કરતા તો કારની કિંમત ઓછી થઈ શકતી હતી. ૨૧ જૂન ૨૦૧૨ ના રોજ આ રીતનું મોટું પગલુ CCIએ ભર્યુ જેમાં દેશની ૧૧ સીમેન્ટ કંપનીઓને વ્યાપાર સંઘ બનાવીને કિંમત નક્કી કરવા પર ગુનેગાર ઠરાવતા ૬ હજાર કરોડનો દંડ ફટકાર્યો. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડના મામલામાં CCI એ એક તપાસ કરી અને કંપનીને આદેશ આપ્યો કે આ પ્રકારના કામથી તે પોતાને દૂર રાખે. CCI એ ૨૦૦ કરોડનો દંડ ફટકારી તેને ૬૦ દિવસમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.

(2:51 pm IST)