Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

બાડમેર સીમાએ બીએસએફના પ૮૦ જવાનોએ વૃક્ષોના ૯ લાખ બી રોપ્યાઃ વિસ્તાર હરિયાળો બનશે

બાડમેર તા. ર૪: સીમા સુરક્ષામાં તૈનાત બીએસએફની ૧૪રમી બટાલીયને ડયુટીની સાથે પશ્ચિમી સીમા ઉપર વૃક્ષો ઉગાડવા માટે ઇરાની-ઇરાકી પધ્ધતિથી બીજના દડા બનાવી જમીનમાં વાવ્યા હતા. વરસાદ પછી બીજમાંથી વૃક્ષ બનતા આ વિસ્તારમાં હરિયાળી છવાશે.

બીએસએફના પ૦૦ જવાનોએ ૭ દિવસમાં ૯ લાખ બીજ રોપ્યા હતા. જેના માટે દરેક જવાને ડયુટી સાથે ૧ર કલાક મહેનત કરી છે કમાંડેંટ રાજપાલસિંહે જણાવેલ કે ૧૦ લાખ બીજ ખરીદાયેલ અને ૯ લાખ ગોળા બનાવાયેલ. ગોળાને લગભગ પ૦૦ જવાનોમાં વહેંચી દેવાયેલ. અઠવાડીયામાં જવાનોએ સરહદથી ૬૧ કિ.મી. વિસ્તારમાં ગોળા રોપ્યા હતા.

આ ગોળામાં ખીજડો, રોહીડો, કુમ્બટીયા, લીમડો અને રણના છોડના બીજ રોપવામાં આવેલ. લીમડાના બી ખાસ બીકાનેરથી લવાયેલ. ગોળાને છાણમાંથી બનાવવામાં આવે છે. જમીનમાં બી રોપ્યા બાદ વરસાદ પડતા તે અંકુરીત થઇ વૃક્ષ બનશે.

(2:50 pm IST)