Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અભિનેતા સોનુ સુદ કે રિતેશ હશે મુંબઇના મેયર : BMC ચૂંટણી માટે કોંગ્રેસની કવાયત

રણનીતિ દસ્તાવેજમાં ત્રણ નામોમાંથી કોઇ પણ કોંગ્રેસનું સદસ્ય નથી ; 25 પાનાનો આ દસ્તાવેજ શહેર કોંગ્રેસ સચિવ ગણેશ યાદવે તૈયાર કર્યો

મુંબઈ : બીએમસીની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ મેયર પદ માટેના ઉમેદવારોના નામ મુદ્દે ચર્ચા કરી હતી અને માત્ર એટલું જ નહી તે સજેશન પણ આપ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના દિકરા રિતેશ દેશમુખ, મૉડલ મીલિંગ સોમન અને કોરોના કાળમાં મસિહા બનેલા સોનુ સુદ જેવા પ્રતિષ્ઠિત નામો પર વિચાર કરવામાં આવે.

આ રણનીતિ દસ્તાવેજમાં ત્રણ નામોમાંથી કોઇ પણ કોંગ્રેસનું સદસ્ય નથી. 25 પાનાના આ દસ્તાવેજ શહેર કોંગ્રેસ સચિવ ગણેશ યાદવે તૈયાર કર્યુ હતુ અને આધિકારીક રીતે પાર્ટી નેતાઓ સામે રજુ કરવાનું પણ બાકી છે. આ દસ્તાવેજ થોડા દિવસોમાં મહારાષ્ટ્રના પ્રભારી HK પાટીલ સામે રજુ કરવાની આશા છે.

HK યાદવે જણાવ્યું કે, મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષ ભાઇ જગતાપ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે આ દસ્તાવેજને લઇને ચર્ચા કરશે. તેમાં સજેશન આપવામાં આવ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પહેલા મેયરના ઉમેદવારની ઘોષણા કરી દેવી જોઇએ. ઉમેદવાર એવો હોવો જોઇએ જેની યુવા પેઢી પર સારી પકડ હોય.

(1:20 pm IST)