Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજ્યમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવ દરમ્યાન નિયંત્રણો હળવા થવાની સંભાવના, આજે સાંજે કોર કમિટીની મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવાશે, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી માટે કરફ્યૂમાં છૂટછાટની સંભાવના : કચ્છના અંજારમાં ભર બજારે ૬૫ લાખની લૂંટ: રાજકોટ ગોંડલ હાઈવે ઉપર ભરુડી ટોલનાકા પાસે કારખાનાની છત તૂટી પડતાં કેટલાક દટાયાની આશંકા: રાજકોટમાં રિયલ એસ્ટેટ ગ્રુપ ઉપર આવકવેરાનું મેગા સર્ચ ઓપરેશન ચાલુ, આરકે ગ્રુપ, સ્પાયર ગ્રુપ, ત્રિનેત્રી ગ્રુપ, કોન્ટ્રાક્ટર બિલ્ડર આશિષ ટાંક, રમેશ પાંચાલી અને સેન્ડી ગ્રુપના હરિસિંહ સુતરીયા સહિત ના ઉપર આવક વેરાની ધોન્સ, ૨૨થી વધુ સ્થળે ૨૦૦થી વધુ આવકવેરા અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ : રાજકોટ દરોડો પાડવા આવી રહેલા ઇન્કમટેક્ષના અધિકારીઓની ગાડીને અકસ્માત, છ મહિલા સહિત ૧૧ને ઇજા : ઉદ્ધવજી ઠાકરે વિરુદ્ધ ભાજપના નારાયણ રાણેના વિધાનોથી શિવસૈનિકો વીફર્યા, ભાજપની ઓફિસ ઉપર પથ્થરમારો, કેન્દ્રીય મંત્રીના ઘર તરફ કૂચ, ૩ એફઆઈઆર નોંધાઈ, ધરપકડ માટે નાસિક પોલીસ રવાના : સાતમ-આઠમના તહેવારો દરમિયાન વીરપુરનું જલારામ મંદિર અને રાજકોટનું રણછોડદાસજી મંદિર પછી દ્વારકાનું દ્વારકાધીશ મંદિર પણ બંધ રહે તેવી શક્યતા, સાંજ સુધીમાં જાહેરાત

(1:11 pm IST)