Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

શું ખરેખર કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે?: વૈજ્ઞાનિકોએ નવેમ્બરમાં પીક હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા. ૨૪: કોરોનાના પીકની વાત કોરોનાના ગણિતીય મોર્ડલિંગમાં સામેલ એક વૈજ્ઞાનિકે સોમવારે કહી. તેમણે કહ્યું કે જો ડેલ્ટાથી વધારે સંક્રમક વાયરસ ઉભરે છે તો સપ્ટેમ્બરના અંત સુધી તે સંપૂર્ણ એકિટવ થઈ જાય છે તો તે નવેમ્બર સુધી પીક પર રહેશે.

બીજી તરફ સરકાર સૂત્રોએ જણાવ્યું કે કોરોનાની હાલની સ્થિતિને લઈને આજે મીટિંગ બોલાવવામાં આવી છે. આ રિવ્યૂ મીટિંગમાં પીએમઓ, સ્વાસ્થ્ય વિભાગ, નીતિ આયોગના અધિકારીઓ સામેલ થશે. આ મીટિંગ બપોર ૩.૩૦ વાગે થશે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે તે સમયે કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેર જેટલા કેસ નહીં આવે. જો કે પહેલી લહેર જેટલા કેસ આવવાની શક્યતા છે.

મનિન્દ્ર અગ્રવાલ આઈઆઈટી કાનપુરના ૩ સભ્યોની ટીમનો ભાગ છે. તે કોરોના સંક્રમણના કેસ અંગે આંકડાના આધાર પર પૂર્વાનુમાન લગાવે છે. મનિન્દ્ર અગ્રવાલે કહ્યું કે જો કોઈ ડેલ્ટાથી વધારે સંક્રમક વેરિએન્ટ સામે નથી આવતો તો બની શકે છે કે કોરોનાની ત્રીજી લહેર ન આવે.

તેમણે કહ્યું કે જો નવો અને વધારે સંક્રમક વેરિએન્ટ આવે છે તો નવા આંકડાના આધાર પર દેસમાં નવેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર આવી શકે છે. આવી સ્થિતિમાં રોજના ૧.૫ લાખ નવા મામલા આવી શકે છે. કોરોનાની ત્રીજી લહેરમાં બીજી લહેર જેટલા કેસ નહીં આવે. જો કે પહેલી લહેર જેટલા કેસ આવવાની શક્યતા છે. 

(1:02 pm IST)