Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

અમેરીકાના પ્રેસીડેન્ટ તરીકે જો બીડેન પદગ્રહણ કર્યા બાદ અફઘાનીસ્તાનમાંથી લશ્કર ખસેડવાની કેમ જરૂર પડી?

મુદત પુરી થયાનું કારણ ગળે ઉતરે તેવુ નથીઃ પરોક્ષ રીતે તાલીબાનના ઘુંટણીયે?

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદરઃ રાજકીય સ્થિતિએ જોતા અફઘાનીસ્તાનમાં સતા પરીવર્તન આવ્યું અને તાલીબાને  કબજો જમાવ્યો. રાજસતા હાંસલ કરી. વીસ વર્ષથી અમેરીકાનું લશ્કર અફઘાનની સુરક્ષા કરતું હતું. એકાએક લોકશાહી પધ્ધતીથી અમેરીકામાં ચુંટણી યોજાતા રીપબ્લીકન પક્ષ સતામાં આવ્યો. જયા સુધી ટ્રમ્પ અમેરીકાના રાષ્ટ્રપતિ પદે રહયા તેની ભૌગોલીકતા સાથે અન્ય રાષ્ટ્રને હુંફ હતી. ચુંટણી પછી રીપબ્લીકન પક્ષમાંથી જો બીડેન અમેરીકાના રાષ્ટ્રપતિ તરીકે પદગ્રહણ કર્યા બાદ એકાએક અફઘાનીસ્તાનમાંથી અમેરીકાનું લશ્કર ખસેડવાની શી જરૂર પડી? કરારની મુદત પુરી થયાનું કારણ દર્શાવાયું. પરંતુ ગળે ઉતરે તેવી અને માન્યમાં ન આવે કે સામાન્ય વ્યકિતને મગજમાં બેસતુ નથી.

વિશ્વના અન્ય રાષ્ટ્રો રાજયો પરિસ્થિતિ પામી મૌન છે. એક સ્પષ્ટતા થઇ જાય છે કે અમેરીકન રાષ્ટ્રપતિ જો બીડેનની નીતી સમજવા જેવી. અગર પરોક્ષ તાલીબાનને ઘુંટણીયે પડીને વિશ્વનું મહાન સંપુર્ણ લોકશાહી ભોગવતુ રાષ્ટ્ર શું નબળુ પડયું છે?  તે પ્રશ્ન સહિત અનેક પાસાની વિચારણા માંગે છે.

આ સમયે એક મહત્વપુર્ણ સ્મૃતિ થાય છે સરહદ પર અહિંસક સ્વતંત્રતાની લડત ચલાવનાર નેતા સ્વ.અબ્દુલ ગફારખાન યાને સરહદના ગાંધીની ઓળખ ધરાવનાર આ નેતા અને તેની ચળવળો કેટલી અસર પરોક્ષ અપરોક્ષ સ્પર્શ કરે છે. આજે આ નેતાને કોઇ યાદ કરતુ નથી?

સને ૧૯૫૦ના ૨૬મી જાન્યુઆરીમાં પ્રજાસત્તાક રાજ્ય તરીકે બંધારણના મજબૂત પાયા સાથે હિન્દુસ્તાન-ભારતના વિશ્વના નકશામાં ઉપસવા લાગ્યું, પ્રથમ પાયો સને ૧૯૫૧ની ચૂંટણી બાદ પ્રથમ પ્રજાતંત્ર રાજ્યનું સુકાન જંગી બહુમતીથી કોંગ્રેસે સંભાળ્યું. સ્વ. પંડિત જવાહરલાલ નહેરૂના તથા લોખંડી મહાપુરૂષ ગુજરાતના પનોતા પુત્ર સ્વ. સરદાર વલ્લભભાઈ પટેલ કોઠાસૂઝ નિર્ણય લેવાની અને નિર્ણય લઈ અમલ કરાવવાની શકિત-તાકાત સાથે આત્મવિશ્વાસ સાથે મક્કમતા સાથે સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને મંત્રી મંડળને વિશ્વાસમાં લઈ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપી બંધારણમાં સમાવેશ કરી કલમ ૩૭૦ દ્વારા ભારતનો એક ભાગ તરીકે ભેળવી દીધેલ. કેટલીક જાણકારીનો અભાવ કે આત્મવિશ્વાસ કાશ્મીરનો પહાડી વિસ્તાર સુરક્ષા રક્ષણથી દૂર રહ્યો જેના કારણે વિવાદીત આઝાદ કાશ્મીરનો જન્મ થયો. પાકિસ્તાને કબ્જો રાખ્યો પરંતુ આપણે સંયુકત રાષ્ટ્ર સંઘ પાસે દોડયા. આજે પણ આ પ્રશ્ન અગણિત પડયો છે.

આશ્ચર્ય એ થાય છે કે વર્તમાન ભાજપ સરકાર સત્તાધારી પક્ષ તરીકે સત્તામાં જોડાયેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમીતભાઈ શાહ વિગેરે કલમ ૩૭૦ની હટાવ્યા પહેલા પછી જે ટીક્કા જે તે સમયના સત્તાધારી પક્ષ ત્યારબાદ સત્તા સમય પલ્ટો આવતા ચૂંટણી પ્રક્રિયાથી દર પાંચ વર્ષ કેન્દ્રમાં સત્તા પરિવર્તન ચૂંટણી પ્રક્રિયાથી આવતી સરકાર અને તેના મહાનુભાવો કલમ ૩૭૦ના મુદ્દે મૌન રહી ચાલુ રાખવા પાછળ કોઈપણ સંજોગ રહસ્ય પરિક્ષણ કામ કરતુ હશે. જેથી તે કલમ ૩૭૦ને નાબુદ કરવા આગળ આવતા ન હતા.

કોંગ્રેસના શાસન કાળ દરમ્યાન મહત્વની ભુલ સ્વ. વડાપ્રધાન પંડીત જવાહરલાલ નહેરૂએ ચીન સાથે મિત્રચારી ભાઇચારાની ભાવનાથી ચીન જઇ મિત્રાચારી કરાર કર્યા અને પંચશીલના કરાર કર્યા. એક તરફ કરારમાં સહી થઇ બીજી તરફ હિન્દી-ચીની ભાઇ-ભાઇના નારા સાથે તિબેટ સરહદમાં ઘુસણખોરી કરી અને અધિકૃત કબ્જે કર્યુ. આપણી સુરક્ષા ઘણી નબળી હતી. લશ્કર પાસે લડવા આધુનીક શસ્ત્રો હથીયારો ન હતા. છતા પાંચ જવા મર્દોની ખુમારીએ સરહદ બચાવી. આ એક નબળાઇથી ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. પંડીત જવાહરલાલ નહેરૂની પીછેહઠ આજ પણ મૃત્યુ થયેલ હોવા છતા વિરોધપક્ષ  મૃત્યુની અદબ જળવાતી નથી. આ ઉપરાંત ગાંધી નહેરૂ પરીવારના પ્રથમ મહિલા વડાપ્રધાનશ્રી ઇંદીરાબેન ગાંધીએ તેમજ યુવા વડાપ્રધાન તેઓના પરીવાર જયેષ્ઠ પુત્ર વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ હત્યા થઇ. નહેરૂ ગાંધી પરીવારની શહાદત નોંધ  લેતુ નથી. શું ક્ષોભ થાય છે. ટીકકા કરી રહેલ છે. વિચારવા જેવું છે  મોવડીઓ હક્ક દાર રાજધર્મ ચુકી રહયા છે. 

(1:00 pm IST)