Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

મથુરાના કોહ ગામમાં અજાણ્યા તાવથી ૪ દિવસમાં ૮ બાળકોના મોત

લખનૌ, તા.૨૪: ઉત્તર પ્રદેશમાં મથુરા શહેરથી ૩૦ કિમી દૂર સ્થિત કોહ ગામમાં ગત અઠવાડિયે એક અઠવાડિયામાં લગભગ ૮ બાળકોને અજાણ્યો તાવ આવ્યા બાદ મોત થયાનો મામલો સામે આવ્યો છે. સૂચના મળતા જ સદર વિસ્તારના ઉપ જિલ્લાધિકારી તથા મુખ્ય ચિકિત્સાધિકારી ડો. રચના ગુપ્તા સ્વાસ્થ્ય વિભાગની ટીમ સાથે સોમવારે ગામ પહોંચી અને દર્દીના લોહીના નમૂના લીધા. ગામ પહોંચેલા ઉપ જિલ્લાધિકારી સંજીવ વર્મા તથા મુખ્ય ચિકિત્સાધિકારી ડો. રચના ગુપ્તા તથા ઉચ્ચ મુખ્ય ચિકિત્સાધિકારી ડો. દિલીપ કુમાર વગેરેને જણાવ્યું કે ગામમાં ગત ૮-૧૦ દિવસથી તાવનો કેર છે. ૪ દિવસમાં ૮ બાળકોના આ જીવલેણ તાવથી મોત થયા છે.

સીએમઓએ જણાવ્યું તે ગામમાં દરેક દર્દીના તપાસ કરવામાં આવી રહી છે અને નમૂના લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. ત્યારે ગ્રામીણો એ આરોપ લગાવ્યો છે કે સૂચના આપવા છતા પ્રશાસને સમય રહેતા પગલા નથી ભર્યા.

ગત ૭ ઓગ્સ્ટે સમાચાર આવ્યા હતા કે લખીમપુરખીરીના ભીરા બિજુઆ વિસ્તારમાં તેજ તાવથી ૩ના મોત થયા છે. મરનારાઓની ઉંમર ૧૧થી ૧૪ વર્ષ સુધી છે. જેમાંથી એકની સારવાર લખનૌમાં ચાલી રહી હતી. ડોકટરે આને વાયરલ ફીવર ગણાવી રહ્યા હતા. જ્યારે ગામજનોમાં દિમાગી તાવ ફેલાયનો ડર હતો. ભાનપુર નિવાસી મોની (૧૪), પુત્રી ગંગારામ, લકી(૧૧) પુત્ર કૈલાશને ગત એક અઠવાડિયાથી ભારે તાવ આવી રહ્યો હતો. કિશોરીના પરિવારજનો ભીરાની કોઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા. હાલત ગંભીર હોવા પર લખીમપુર લાવ્ યા. જ્યાં ૨ દિવસની સારવાર બાદ શુક્રવારે તેની તબિયત ખરાબ થતા મૌનીનું મોત થયું હતુ. ત્યારે ભારે તાવથી લકીનું પણ મોત થયું.

બીજી તરફ પડોશના ગામ ભવાનીપુર ગૌરવી(૧૪) પુત્રી લાલતાની સારવાર લખનૌમાં ચાલી તેને ૧૦ દિવસ પહેલા ભારે તાવ આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું પણ મોત થયું. ગામમાં ૧૨ બાળકો તાવથી પીડિત છે. બીજી તરફ બિજુઆ સીએચસી પ્રભારી ડો. અમિત સિંહનું કહેવું હતુ કે આ દિવસોમાં વાયરલ તાવની સિઝન છે. અનેક લોકો બિમાર છે પણ કોઈના મરવાના સમાચાર નથી.

(12:58 pm IST)