Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

દેશની ખાનગી કંપનીઓ ફ્યુઅલ માર્કેટમાં ઝંપલાવશે : વેચશે પેટ્રોલ-ડીઝલ : સરકાર જલ્દી આપશે પરવાનગી

દેશની છ કંપનીઓ ફ્યુઅલ માર્કેટમાં પ્રવેશી શકે: આ કંપનીઓ દ્વારા કામગીરી શરૂ કર્યા બાદ કુલ 14 કંપનીઓ ઈંધણ બજારમાં કાર્યરત થશે

નવી દિલ્હી : ખાનગી કંપનીઓ દેશના ફ્યુઅલ માર્કેટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.છ કંપનીઓ પ્રવેશી શકે છે. સરકારી સૂત્રો મુજબ ટૂંક સમયમાં આ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ વેચવા માટે સરકાર પાસેથી પરવાનગી મળી શકે છે. સૂત્રો મુજબ જે કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ વેચવાની પરવાનગી મળવા જઈ રહી છે તે છે આઇએમસી, ઓનસાઇટ એનર્જી, આસામ ગેસ કંપની, એમ્કે એગ્રોટેક, આરબીએમએલ સોલ્યુશન્સ ઇન્ડિયા, માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ. આ કંપનીઓ દ્વારા કામગીરી શરૂ કર્યા બાદ કુલ 14 કંપનીઓ ઈંધણ બજારમાં કાર્યરત થશે.
પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષ 2019 માં સુધારેલા માર્કેટ ટ્રાન્સપોર્ટેશન ફ્યુઅલ નિયમોના આધારે ખાનગી કંપનીઓને ફ્યુઅલ માર્કેટમાં વેપાર કરવાની મંજૂરી આપવામાં આવી છે. એવી અપેક્ષા છે કે તેનાથી પેટ્રોલિયમ રિટેલ બિઝનેસમાં સ્પર્ધા વધશે, જેનો લાભ ગ્રાહકોને થશે.

સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, તે કંપનીઓને નવા લાઇસન્સ આપવામાં આવ્યા હતા જેમની લઘુત્તમ નેટવર્થ 250 કરોડ રૂપિયા હતી. ઉપરાંત, કંપનીઓએ તેની શરૂઆત 2000 કરોડ રૂપિયાના રોકાણથી કરવી પડશે. 2019 ના નિયમો અનુસાર, કંપનીઓએ લાયસન્સ મેળવ્યાના 5 વર્ષમાં ઓછામાં ઓછા 100 રિટેલ આઉટલેટ્સ સ્થાપવા પડશે, જેમાંથી 5 ટકા દૂરસ્થ ગ્રામીણ વિસ્તારોમાં હોવા જોઈએ ઈંધણ બજાર હાલમાં દેશની સરકારી કંપનીઓના કબજામાં છે. અત્યારે 90 ટકા પેટ્રોલ પંપ બિઝનેસ સરકારી કંપનીઓના કબજામાં છે, બાકીનો આરઆઇએલ અને નાયરા એનર્જીઅને શેલ પાસે છે.

(12:12 pm IST)