Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

તાલિબાને બ્રિટનને આપી ખુલ્લી ધમકીઃ એક અઠવાડિયામાં કાબુલ ન છોડયું તો પરિણામ ભોગવવું પડશે

તાલિબાને બ્રિટન સૈનિકો માટે અફદ્યાનિસ્તાન છોડવાને લઈને ડેડલાઈન નક્કી કરી દીધી છે

કાબુલ, તા.૨૪: આતંકી સંગઠને કહ્યું કે જો એક અઠવાડિયામાં બ્રિટનની સેના પાછી નહીં જાય તો તેમણે પરિણામ ભોગવવું પડશે. ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટ હાલ અમેરિકા અને બ્રિટન હસ્તક છે. બન્ને દેશો પોતાના નાગરિકોની સાથે મુશ્કેલ સમયમાં કામમાં આવનારા અફદ્યાનિઓને પણ બહાર કાઢી રહ્યા છે. સ્થિતિને જોતા એક અઠવાડિયામાં રેસ્કયૂ ઓપરેશન પુરુ કરવું શકય નથી. તેવામાં તાલિબાનની ડેડલાઈને બ્રિટનની ચિંતા વધારી છે.

ધ સનની રિપોર્ટ અનુસાર તાલિબાને ધમકી આપતા કહ્યું છે કે જો એક અઠવાડિયામાં બ્રિટન સૈનિકોએ કાબૂલ એરપોર્ટ ન છોડ્યું તો તેમણે યુદ્ઘ માટે તૈયાર રહેવું પડશે. આતંકીઓએ રહ્યું કે એક મિનિટનું મોડું ભીષણ સંદ્યર્ષનું કારણ બની શકે છે. ત્યારે જી૭ બેઠક દરમિયાન બ્રિટનના પ્રોધાનમંત્રી બોરિસ જોનસન આજે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત કરશે. જોનસને યૂએસ પ્રેસિડેન્ટ પાસે અફદ્યાનિસ્તાનમાંથી વાપસીની ૩૧ ઓગસ્ટની ડેડલાઈન વધારવાની માંગ કરશે. જેથી વધારેમાં વધારે લોકોને બહાર કાઢી શકાય.

જાણકારો  મુજબ જો અમેરિકા ડેડલાઈન વધારવાથી ઈનકાર કરી દે છે તો આવતા ૭ દિવસમાં ફકત સૈનિકો જ અફદ્યાનિસ્તાનથી બહાર નીકળી જશે. તેવામાં દેશ છોડવા એરપોર્ટ પહોંચેલા અફદ્યાનિયોને નિરાશા હાથ લાગશે. આ દરમિયાન બ્રિટને રેસ્કયૂ ઓપરેશનની સ્પીડ વધારી છે.

આ સમયે લગભગ ૧૮૦૦ નાગરિક અને તેમની મદદ કરનારા ૨૫૦૦ અફદ્યાની એરલિફ્ટ થવાની રાહમાં કાબુલ એરપોર્ટ પર છે. ૧૪ ઓગસ્ટથી અત્યાર સુધી યુએસ અને યુકે લગભગ ૩૭૦૦૦ લોકોને અફદ્યાનિસ્તાનથી બહાર કાઢી ચૂકયા છે. પરંતુ હજું પણ દ્યણું કામ બાકી છે. હવે જોવાનું છે કે અમેરિકા ડેડલાઈન વધારવાની માંગને સ્વીકાર કરી લે છે તો તાલિબાનનું વલણ શું રહેશે.

(11:39 am IST)