Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

કોરોના સામે ભુરૂં સર્જિકલ માસ્‍ક રક્ષણ પુરૂં પાડી શકતુ નથી

કેનેડાની વોટરલૂ યુનિવર્સિટી ખાતે કરાયેલા અભ્‍યાસનું તારણ

 

ટોરન્‍ટો,તા.૧૪: કોરોનાથી સુરક્ષિત રહેવા માટે માસ્‍ક પહેરવું ફરજિયાત છે. શું દરેક પ્રકારનું માસ્‍ક, સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરી શકે છે ? તમે જે માસ્‍ક પહેરી રહ્યા છો એ સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવામાં કેટલું અસરકારક છે ? આ પ્રકારના પ્રશ્નોને કેન્‍દ્રમાં રાખીને કરાયેલા અભ્‍યાસમાં વૈજ્ઞાનિકોએ ભૂરા રંગના સર્જીકલ માસ્‍કના મુદ્દે મહત્‍વ પૂર્ણ ખુલાસો કર્યો છે. વૈજ્ઞાાનિકોએ આ પ્રકારના માસ્‍કને, કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં બિનઅસરકારક ગણાવ્‍યું છે.

કોનેડાની વોટરલૂ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાાનિકોએ કરેલા અભ્‍યાસમાં જણાવ્‍યું છે કે કોરોના મહામારીમાં અનેક લોકો દ્વારા જેનો ઉપયોગ થઇ રહ્યો છે એ ભૂરા રંગના સર્જિકલ ફેસ માસ્‍ક, કોવિડ-૧૯ના સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવામાં અસરકારક જણાયા નથી.  સર્જિકલ ફેસ માસ્‍ક, એરોસેલના ટીપાંને અટકાવવામાં વધુ અસરકારક માની શકાતા નથી.

ભૂરા સર્જિકલ માસ્‍ક ચહેરાને સારી રીતે ઢાંકી શકતા નથી. કોરોનામાં નવા અને વધુ સંક્રામક વેરિએન્‍ટસ વિષે માહિતી મળી રહી છે એ જોતાં લોકોએ માસ્‍ક પહેરવું અત્‍યંત આવશ્‍યક છે. એન ૯૫ અને કેએન૯૫ જેવા માસ્‍ક કોરોના સામે વધુ અસરકારક સુરક્ષા પ્રદાન કરી શકે છે, એમ સંશોધકોએ અભ્‍યાસમાં જણાવ્‍યું છે.

(10:39 am IST)