Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

જિયોના ૫૫ લાખ યુઝર્સ વધ્‍યા : વોડાફોન-આઇડિયાએ ૪૩ લાખ ગુમાવ્‍યાં

 

મુંબઇ,તા. ૨૪ : ગયા જૂન મહિનામાં રિલાયન્‍સ જિયો નેટવર્કે વધુ ૫૫ લાખ યુઝર્સ મેળવ્‍યાં હતા. આ યાદીમાં બીજા ક્રમે ભારતી એરટેલ છે -૩૮ લાખ યુઝર્સના ઉમેરા સાથે. નુકસાન વેઠનાર નેટવર્ક છે વોડાફોન-આઇડિયા, જેણે ઉકત સમયગાળા દરમિયાન ૪૩ લાખ  ગ્રાહકો ગુમાવ્‍યા હતા આ જાણકારી ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (ટ્રાઇ) તરફથી બહાર પાડવામાં આવેલા ડેટા પરથી મળી છે.

ભારતમાં ૨૦૨૧ના મે મહિનામાં અંતે કુલ ટેલિફોન ધારકોની સંખ્‍યા ૧,૧૯૮.૫૦ મિલયન હતી. જે જૂન મહિનામાં વધીને ૧,૨૦૨.૫૭ થઇ ગઇ હતી. આમ, આ વૃધ્‍ધિદર ૦.૩૪ ટકાનો ગણાય.

શહેરી વિસ્‍તારોમાં ટેલિફોનધારકોની સંખ્‍યા જૂન-૨૦૨૧ના અંતે ૬૬૬.૧૦ મિલ્‍યન હતી. જ્‍યારે ગ્રામિણ વિસ્‍તારોમાં ધારકોની સંખ્‍યામાં થોડોક ઘટાડો થયો હતો. તે સંખ્‍યા મે મહિનામાં ૫૩૭.૩૨ મિલ્‍યન હતી, જે જૂનમાં ઘટીને ૫૩૬.૪૭ મિલ્‍યન થઇ ગઇ હતી.

દેશમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્‍યા મે-૨૦૨૧માં ૯૮૬.૧૧ મિલ્‍યન હતી. જો કે આ સંખ્‍યામાં એક મહિનામાં ૦.૫૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. શહેરી તથા ગ્રામિણ, બંને વિસ્‍તારોમાં વાયરલેસ ધારકોની સંખ્‍યામાં ઘટાડો જોવા મળ્‍યો છે.

(10:37 am IST)