Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

રીયલ એસ્ટેટ ગ્રુપ ઉપર ITનું મેગા સર્ચ ઓપરેશન

કોરોના મહામારીમાં દોઢ વર્ષથી બંધ રહેલી દરોડાની કાર્યવાહીનો પ્રારંભ : આર.કે. ગ્રુપ, સ્પાયર ગ્રુપ, ત્રીનેત્રી ગ્રુપ, કોન્ટ્રાકટર બીલ્ડર આશિષ ટાંક, રમેશ અને સેન્ડી ગ્રુપના હરીસિંહ સુતરીયા સહિતના ઉપર આવકવેરાની તપાસ : ૪૦થી વધુ સ્થળોએ ૨૦૦ ટોચના આયકર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ * બિલ્ડર ગ્રુપમાં ફફડાટ

રાજકોટ : અહિં ઈન્કમટેકસની ઈન્વેસ્ટીગેશન વીંગ દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. આર. કે. ગ્રુપ, સ્પાયર ગ્રુપ અને કોન્ટ્રાકટર ૪૦થી વધુ સ્થળો ઉપર પોલીસના કાફલા સાથે ૨૦૦થી વધુ અધિકારીઓએ દરોડા પાડ્યા છે તે સમયની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૨૪ : કોરોના મહામારીની અસર ખાનગી તેમજ સરકારી ક્ષેત્રે પણ પડી હતી. છેલ્લા દોઢ વર્ષથી આવકવેરા વિભાગે તેની સર્ચ અને સર્વેની કામગીરી બંધ રાખી હતી. તે હવે કોરોનાનું સંક્રમણ ઓછું થતાં સર્ચ અને સર્વેની કામગીરીનો પ્રારંભ કર્યો છે. રાજકોટમાં આજે વ્હેલી સવારથી રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ટોચની ત્રણ પેઢી ઉપર મેગા સર્ચ ઓપરેશન આવકવેરા વિભાગે હાથ ધરતાં ખળભળાટ મચી જવા પામેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં ગગનચુંબી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ બિલ્ડીંગ બાંધનાર આર.કે. ગ્રુપ, સ્પાયર ગ્રુપ, ત્રિનેત્રી ગ્રુપ અને બે ટોચના કોન્ટ્રાકટર ઉપર સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડાની કાર્યવાહી કરતાં રાજકોટ બિલ્ડર ગ્રુપમાં સોંપો પડી ગયો હતો.

રાજકોટમાં નવા વિકસીત ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ૫થી વધુ પ્રોજેકટ કરનાર આર.કે. ગ્રુપના ભાગીદારો અને પરિવારજનોના રહેઠાણ સુરત, વડોદરા, અમદાવાદ ખાતે તેમજ રાજકોટની શ્રેયસ સોસાયટીમાં આવેલ સેન્ડી ગ્રુપના હરિસિંહ સુતરીયાના નિવાસસ્થાન અને ઓફીસ તેમજ સ્પાયર અને ત્રિનેત્રી ગ્રુપના પ્રફુલભાઈ ગંગદેવ અને સિદ્ધાર્થભાઈ ગંગદેવના જનકલ્યાણ સોસાયટી સ્થિત નિવાસસ્થાન અને ૧૫૦ ફૂટ રીંગ રોડ, સ્પાયર ટુ ઓફીસ અને રૈયા ચોકડી પાસે આવેલ ત્રિનેત્રી બિલ્ડીંગ સાઈટ ઉપર તપાસ આવકવેરા વિભાગે હાથ ધરી છે.

બિલ્ડર જૂથ ઉપરાંત ટોચના કોન્ટ્રાકટર બિલ્ડર ગણાતા આશિષ ટાંક અને રમેશભાઈ પાચાણી ઉપર પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે હાથ ધરાયેલ મેગા સર્ચ ઓપરેશનમાં રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણાની ઈન્વેસ્ટીગેશન વીંગના ૨૦૦થી વધુ અધિકારીઓનો કાફલો ૪૦ સ્થળોએ પોલીસ સુરક્ષા વચ્ચે ત્રાટકયો છે. આવકવેરા વિભાગનું આ મેગા સર્ચ ઓપરેશનમાં મોટી રકમનું કાળુ નાણું ઝડપાવાનો નિર્દેશ આવકવેરા વિભાગે આપ્યો છે.

આર.કે. ગ્રુપના શ્રી સર્વાનંદભાઈ સોનવાણી અને તેમના ભાઈઓના નિવાસસ્થાન અને ઓફીસ સિલ્વર હાઈટ્સ સહિતના સ્થળોએ તપાસ હાથ ધરી છે.

આવકવેરા વિભાગના દરોડાની જાણ વાયુ વેગે થતાં વ્હેલી સવારથી જ બિલ્ડર અને ફાયનાન્સરો જરૂરી સાવચેતી સાથે દોડધામ કરી હોવાનું જાણવા મળે છે.

આવકવેરાના ઉચ્ચ અધિકારીઓએ નિર્દેશ આપ્યો છે કે દરોડાની કામગીરી લાંબી ચાલશે. આર. કે. ગ્રુપ તેમજ તેમના સહયોગી - ભાગીદારો સાથે થયેલ નાણાકીય વ્યવહારો, પ્રોજેકટોની સમીક્ષા, રોકાણ સહિતની બાબતોની તપાસ ચાલુ છે.

દરોડા દરમિયાન બેંકના ખાતા - લોકર સહિતના મુદ્દે પણ તપાસ ચાલુ છે.(૩૭.૬)

R.K. ગ્રુપના એક વ્યકિતનું પાનકાર્ડમાં એડ્રેસ જુના ઘરનું બતાવતું હતું: ઈન્કમટેકસની ટુકડી ત્યાં જ રોકાઈ ગઈ

વ્હેલી સવારે ગાડીઓનો કાફલો ધડાધડ નિકળતા મોર્નિંગવોક કરવા નિકળેલા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું

રાજકોટ,તા.૨૪: આજે વ્હેલી સવારથી રાજકોટના નામાંકીત બિલ્ડરોને ત્યાં આવકવેરા ખાતુ મોટાપાયે તૂટી પડયું છે. ત્યારે વ્હેલી સવારે ૬- ૬:૧૫ વાગે આવકવેરાની  પાંચ ઈનોવા અને બે ટેમ્પો ટ્રાવેલર્સ ગાડીઓ રાકજકોટના યુનિ. રોડ ઉપર આવેલ જલારામ સોસાયટી પાસે પહોચી હતી.

થોડા સમય અહિં ચકકર લગાવી એક ટીમ R.K ગ્રુપના તમામ ભાઈઓ જયાં રહેતા જુના નિવાસ સ્થાને રોકાઈ ગયેલ અને બાકીનો કાફલો સિલ્વર હાઈટ જવા નિકળી ગયેલ.

 વ્હેલી સવારે મોર્નિંગ વોકમાં નિકળેલા લોકો એકસાથે અમદાવાદ પાર્સિંગની અડધો ડઝન મોટરોનો કાફલો જલારામ સોસાયટીમાં ચકકર મારતો જોવા મળતા આશ્ચર્યચકીત થઈ ગયો હતો.

એવું જણાવા મળે છે કે R.K. ગ્રુપના ભાઈઓમાંથી કોઈ એક ભાઈનું આ જુના ઘરનું એડ્રેસ પાનકાર્ડમાં બનાવતા હતું. પરંતુ નવા એડ્રેસ બતાવતા ન હતા.  તેવી વાત બહાર આવી છે.

સામાન્ય રીતે આવકવેરા ખાતુ પાનકાર્ડમાં જે એડ્રેસ હોય ત્યાં પણ અચુક જતું હોય છે. આમ આવકવેરા IT રીટર્નની ફાઈલમાં જુના ઘરનું એડ્રેસ બતાવ્યું હોય તેમને ત્યાં આ સ્થળે પણ એક ટુકડી રોકાઈ ગઈ છે. આ લખાય છે. ત્યારે સાવરે ૧૦ વાગે પણ ત્યાં જ જોવા મળે છે.(

(3:45 pm IST)