Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

ટોકિયો ઓલિમ્પિક વિજેતા મહિલા ખેલાડીએ બાળકની સર્જરી માટે તેનો મેડલ વેચવા કાઢયો

પોલેન્ડની મહિલા એથલેટ મારિયા આદ્રેજીકે ભાલા ફેંક સ્પર્ધામાં ખૂબ સારુ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો.

ટોકિયો ઓલિમ્પિકનું હજુ હમણાં જ સમાપન થયું છે હજુ પેરા ઓલિમ્પિક પણ રમાવાનો બાકી છે ત્યારે ટોકિયો ઓલિમ્પિક વિજેતા મહિલા ખેલાડીએ બાળકની સર્જરી માટે પોતાનો મેડલ વેચવા કાઢયો હતો. પોલેન્ડની મહિલા એથલેટ મારિયા આદ્રેજીકે ભાલા ફેંક સ્પર્ધામાં ખૂબ સારુ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ આઠ મહિનાના બાળકના હ્વદયની સર્જરી માટે ઓકશનમાં મુકયો હતો જે ૨૫૦૦૦ પાઉન્ડ (૨.૫૦ કરોડ રુપિયા)માં વેચાયો છે. બાળકની સર્જરી માટે મારિયાને ૨.૮૦ કરોડ રુપિયાની જરુર હોવાથી મેડલ વેચાણમાંથી ૩૫ લાખ રુપિયા ઓછા મળ્યા છે.

મારિયા ભાલાફેંકની ખૂબજ જાણીતી ખેલાડી છે. પોલેન્ડમાં તે ખૂબજ લોકપ્રિય છે. મારિયાએ વર્ષ ૨૦૧૬માં બ્રાઝિલ ખાતે યોજાયેલા રિયો ઓલિમ્પિકમાં ભાગ લીધો ત્યારે ચોથા ક્રમે રહી હતી. મેડલ ચુકી જવાનો તેને ખૂબજ વસવસો હતો પરંતુ ટોકિયો ઓલિમ્પિકમાં જબરદસ્ત રમતનું પ્રદર્શન કરીને બીજા ક્રમે રહી હતી. નવાઇની વાતતો એ છે કે તે ૨૦૧૮માં તે બોર્ન કેન્સરગ્રસ્ત બની હતી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી છતાં હિંમત હારી ન હતી.કેન્સરને હરાવીને ફરી ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે મહેનત કરવા લાગી હતી. ટ્રેક એન્ડ ફિલ્ડમાં શારીરિક અને માનસિક ફિટનેસનું ખૂબ મહત્વ હોય છે. મારિયાએ ટોકિયોમાં ભાગ લીધો એટલું જ નહી સિલ્વર મેડલ મેળવવામાં પણ સફળ રહી હતી

(11:15 pm IST)