Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને પહેલા Zycov-D રસી આપવામાં આવશે : સરકારી પેનલ પ્રમુખની મંજૂરી

કંપનીએ કહ્યું કે ZyCoV-Dની 100 120 મિલિયન ડોઝ બનાવવાની યોજના

નવી દિલ્હી : દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરથી સરકાર વાકેફ છે. આવી સ્થિતિમાં સરકારી સલાહકાર સમિતિ નેશનલ ઈમ્યુનાઈઝેશન ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ (NTAGI) અનુસાર 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને રસીકરણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે. NTAGIના વડા NK અરોરાએ જણાવ્યું હતું કે Zydus Cadilaની ઝાયકોવ-ડી (Zycov-D) રસીનો અમુક પુરવઠો કિશોરો માટે અલગ રાખવામાં આવશે.

આને ગયા અઠવાડિયે ઈમરજન્સી વપરાશની માન્યતા મળી. હાલમાં યુવાનોને રસી આપવાની પ્રાથમિકતા છે. NTAGIએ વધુમાં જણાવ્યું કે બાળકો માટે ભારત બાયોટેકની કોવેક્સીનને  મંજૂરી આપવાની પ્રક્રિયા સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરના અંત સુધીમાં શરૂ થશે.

અરોરાએ કહ્યું કે તેઓ સપ્ટેમ્બરથી દર મહિને 10 કરોડ કોવેક્સિન ડોઝનો અંદાજ લગાવી રહ્યા છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ શુક્રવારે Zydus Cadilaની ત્રણ ડોઝની કોરોના રસીને 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. જેને દેશમાં છઠ્ઠી અધિકૃત વેક્સિનના રુપમાં લાવવામાં આવી છે.

કંપનીએ કહ્યું કે ZyCoV-Dની 100 મિલિયનથી 120 મિલિયન ડોઝ બનાવવાની યોજના છે. વેક્સિનનો સ્ટૉક કરવાનો શરુ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ (Ahmedabad) સ્થિત જેનેરિક દવા નિર્માતા જે કેડિલા હેલ્થકેર લિમિટેડની યાદીમાં છે. એક જુલાઈએ ZyCoV-Dની અધિકૃતતા માટે આવેદન કરવામાં આવ્યું. જે રાષ્ટ્રવ્યાપી 28,000થી વધારે સ્વયંસેવકોના અંતિમ ચરણના પરિક્ષણમાં 66.6 ટકા એફિશિયન્સી રેટ પર આધારિત છે.

(10:52 pm IST)