Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કોંગ્રેસ સત્તામાં ના હોય ત્યારે મુસલમાનનો 'બિગ બ્રધર' બની જાય છે: એન્ટી ટેરર બિલ માટે કોંગ્રેસ જવાબદાર

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર :સરકારને પણ નિશાને લીધી

 

નવી દિલ્હી : એન્ટી ટેરર બિલની ચર્ચા દરમિયાન AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસને આડેહાથ લીધી હતી  તેમણે કહ્યું કે સ્થિતિ માટે તેઓ કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવે છે. કાયદાને લાવવાની મુખ્ય દોષિત કોંગ્રેસ પાર્ટી છે. જ્યારે તેઓ સત્તામાં હતા ત્યારે તેઓ ભાજપને મોટા ભાઇ બનતા હતા. અને જ્યારે તેઓ સત્તામાં નથી ત્યારે મુસ્લિમોના મોટા ભાઇ બની જાય છે

   ઓવૈસીએ ભાજપ સરકારને નિશાને લેતા કહ્યું કે બિલથી કલમ 14 અને 21નું ઉલ્લંઘન થશે. કોઇ પણ વ્યક્તિને માત્ર સરકારની ભાવના અથવા શંકાના આધારે આતંકવાદી કહી શકાય. બિલમાં ન્યાયીક સમિક્ષાનો અભાવ છે.

   AIMIMનાં વડા અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઔવેસીએ યુએપીએ કાયદાનાં દુરૂપયોગ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. તેમણે લોકસભામાં વિધિ-વિરૂદ્ધ ક્રિયાકિલાપ(નિવારણ) સંશોધન વિધેયક-2019 પર ચર્ચા કરતા કહ્યું કે તેઓ ખુદ બિલનો શિકાર થયા છે. કોંગ્રેસને અમારા દર્દનો અહેસાસ ત્યારે થશે જ્યારે તેનાં કોઇ નેતાને કાયદા હેઠળ મહિનાઓ સુધી જેલમાં રહેવું પડશે.

(12:09 am IST)