Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

એન્ટી ટેરર બિલમાં ખાસ શું

ત્રાસવાદીઓની ગતિવિધિ પર ઝડપથી બ્રેક મુકાશે

નવીદિલ્હી,તા. ૨૪ : અનલોફુલ એક્ટિવીટીઝ (પ્રિવેન્સ) સુધારા બિલ ૨૦૧૯ (યુએપીએ) એટલે કે ગેરકાયદે ગતિવિધિ અટકાયત બિલને આજે લોકસભામાં મંજુરી મળી ગઈ હતી. આને ૮મી જુલાઈના દિવસે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. બિલ ઉપર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, આતંકવાદ સામે વધુ કઠોર કાયદાની રૂ દેખાઈ રહી છે. એન્ટી ટેરર બિલમાં અતિ કઠોર જોગવાઈ કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

જોગવાઈ શું છે

*          જોગવાઈ મુજબ કોઇ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિને અંજામ આપે છે અથવા તેમાં ભાગ લે છે તેને ત્રાસવાદી જાહેર કરાશે

*          આતંકવાદી હુમલાઓ માટે જે લોકો તૈયારી કરતી વેળા પકડાશે.

*          આતંકવાદી ગતિવિધિને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરનાર

*          આતંકવાદમાં કોઇપણ પ્રકારની સંડોવણીની સ્થિતિમાં

*          આતંકવાદના પોષણ, નાણા એકત્રિત કરવામાં મદદ કરનાર, આતંકવાદના સાહિત્ય વહેંચનાર અને આતંકવાદની થિયરી યુવાઓના મનમાં ઉતારનારને પણ ત્રાસવાદી જાહેર કરાશે

કઈ કાર્યવાહી કરાશે

*          સુધારવામાં આવેલા બિલ ઉપર આતંકવાદી સંગઠનો અથવા તો ત્રાસવાદીઓની સંપત્તિ જપ્ત થશે

*          તપાસ અધિકારીને સંબંધિત રાજ્યના ડીજીપીના પૂર્વ મંજુરી રૂરી રહેશે

*          જોગવાઈ મુજબ મામલાની તપાસ એનઆઈએના અધિકારી કરશે તો સંબંધિત સંપત્તિને જપ્ત કરવા સંબંધિત રાજ્યના ડીજીપીની મંજુરીની રૂ પડશે નહીં

*          સંપત્તિ જપ્ત કરવા માત્ર એનઆઈએના મહાનિર્દેશકની મંજુરી લેવી પડશે

*          બીજા દેશોમાં આતંકવાદ સાથે જોડાયેલા મામલામાં ઝડપથી તપાસ થશે

*          આતંકવાદીઓને હુમલાથી રોકવામાં જોગવાઈઓ મદદરુપ રહેશે

*          આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ વધુ અસરકારક રહેશે

(7:47 pm IST)