Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

૪૯ હસ્તીઓનો પીએમને પત્ર

મોદીજી...મોબ લિંચિંગની ઘટનાઓ તુરત અટકાવો

મુસ્લિમો-દલિતોનું શોષણ લિંચિંગ કરનારને કડક સજા આપવા કરી માંગણી

નવી દિલ્હી તા. ર૪ : મોબ લિંચિંગની વધતી ઘટનાઓ વચ્ચે ફિલ્મ દુનિયાની ૪૯ હસ્તિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પત્રમાં દેશમાં ભીડ દ્વારા લિંચિંગના વધતા ચલણ પર ભારે ચિંતા વ્યકત કરી છે. પીએમ મોદીને લખેલા પત્રમાં મણિરત્ન અદુર ગોપાલકૃષ્ણ, રામચંદ્ર ગુહા, અનુરાગ, કર્શ્યપ જેવી હસ્તિઓના હસ્તાક્ષર છે. તેઓએ પીએમ મોદીને અપીલ કરીને એક એવો માહોલ બનાવવાની માંગ કરી છે જયા અસહમતિનો કચડી નાખવામાંં આવે નહિ એ હસ્તિઓએ કહ્યું કે સહમતીને દેશની વધુ તાકાતવર બનાવે છે.

આ પત્રમાં લખ્યું છે કે આપણુ સંવિધાન ભારતને એક સેકુલર ગણતંત્ર ગણાવે છે. જયાં દરેક ધર્મ, સમાજ, લિંગ, જાતિના લોકોના સમાન અધિકાર છ.ે

આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે મુસલમાનો, દલિતો અને અન્ય અલ્પસંખ્યકોની લિંચિંગ તાત્કાલીક રોકવામાં આવે છ.ે પત્રમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડાનો આધાર આપીને કહેવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરીથી માંડીને ર૯ ઓકટોબર ર૦૧૮ વચ્ચે ધર્મની ઓળખ પર આધારિત રપ૪ ગુના નોંધવામાં આવ્યા આ દરમ્યાન ૯૧ લોકોની હત્યા થઇ અને પ૭૯ લોકોને ઇજા પહોંચી છે પતરના જણાવ્યા મુજબ મુસલમાન જે ભારતની વસ્તીના ૧૪ ટકા છે તે એવા ૬ર ટકા ગુનાના શિકાર બન્યા જયારે ખ્રિસ્તી, જેનો વસ્તીમાં લાગ રટકા છ.ે તે એવા ૧૪ ટકા ગુનાના શિકાર થયા પત્રમાં કહેવામાં આવ્યું છે કે એવા ૯૦ ટકા ગુના મે ર૦૧૪ બાદ થયો હતો જયારે નરેન્દ્ર મોદી સતામાં આવ્યા હતા.

પત્રમાં લખવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંસદમાં લિંચિંગની ઘટનાઓની ટીકા કરી છે. પરંતુ તે પુરતી નથી પત્રમાં વધુમાં ઉમેરવામાં આવ્યું છે આવો ગુનો કરનાર વિરૂદ્ધ આકરા પગલા ભરીને આરોપીઓને ફાંસી આપવામાં આવે આપણા દેશની પ્રજાને ડર અને ખોફમાં રહેવાની જરૂર નથી.

(4:02 pm IST)