Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

અયોધ્યામાં આરતી માટે ૧૦ કરોડ : દિપોત્સવી માટે ૬ કરોડની ફાળવણીઃ રામમૂર્તિ માટે યોગી સરકારે નાણાં ફાળવાયા

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં હંગામો વચ્ચે યુ.પી. સરકારનું પુરક બજેટ

લખનો :  યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી ઉત્તરપ્રદેશ સરકારે પોતાના ધાર્મિક એજન્ડાઓને પુરક બજેટમાં પાસ કરાવી લીધા છે. અયોધ્યામાં આરતી માટે ૧૦ કરોડ રૂપિયા અને મેડીકલ કોલેજોના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પુરક બજેટમાં સરકારે પોતાના ચૂંટણી એજન્ડા પર ખાસ ધ્યાન આપ્યું છે. આ બજેટમાં આયોધ્યા રામમૂર્તિ માટે રકમ ફાળવાઇ છે. આજ રીતે પૂર્વાચલ એક્ષપ્રેસ વે અને બુંદેલખંડ એક્ષપ્રેસ વે માટે પણ નાણાં અનામત રખાયા છે. આ ઉપરાંત અયોધ્યામાં દિપોત્સવીના આયોજન માટે પણ ૬ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બજેટની અન્ય વિગતો જોવામાં આવે તો તેનું કદ ૧૩૫૯૪.૮૭ કરોડ રૂપિયાનું છે. રાજકોષીય ખર્ચ ૮૩૮૧.૨ કરોડ અને સંપતિ ખર્ચ ૫૨૧૩.૬૭ કરોડ અંદાજવામાં આવ્યો છે.

(1:19 pm IST)