Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કર્ણાટકમાં ભાજપ દ્વારા સરકાર રચવાનો ધમધમાટ

યેદીયુરપ્પા શુક્રવારે શપથ લેશે ? : રાજ્યપાલને મળી સરકાર રચવાનો આજે દાવો કરશેઃ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકઃ યેદીયુરપ્પાને નેતાપદે ચૂંટી કઢાશે

નવી દિલ્હી, તા. ૨૪ :. ગઈકાલે કર્ણાટકમાં કુમારસ્વામી સરકારના પતન બાદ હવે ભાજપ સરકાર રચવાની જોરશોરથી તૈયારી કરી રહ્યુ છે. આજે જ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી રહી છે. જેમા મોટાભાગે યેદીયુરપ્પાને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે અને પછી તેઓ રાજ્યપાલ વજુભાઈ વાળા સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે. જાણવા મળે છે કે કદાચ શુક્રવારે યેદીયુરપ્પા મુખ્યમંત્રી પદના શપથ લેશે.  આજે બપોરે ભાજપના ધારાસભ્યોની એક બેઠક મળી રહી છે. જેમાં યેદીયુરપ્પાને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે ત્યાર બાદ તેઓ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરશે. ભાજપ પાસે ૧૦૫ સભ્યોનું સંખ્યા બળ છે એ અત્રે નોંધનીય છે.

દરમિયાન મુખ્યમંત્રી પદના દાવેદાર યેદીયુરપ્પા દિલ્હી જઈને આજે સાંજે ભાજપના અધ્યક્ષ અમિત શાહને અને કાર્યકારી અધ્યક્ષ નડ્ડાને મળે તેવી શકયતા છે. અત્રે નોંધનીય છે કે યેદીયુરપ્પા ૩ વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂકયા છે. ભાજપના સૌથી વિવાદીત નેતા હોવા છતા કર્ણાટકમાં તેઓ પક્ષના સૌથી ભરોસેમંદ ચહેરો છે.(૨-૫)

(11:02 am IST)