Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કર્ણાટકની માફક મધ્યપ્રદેશ સરકાર પણ પાડી દેવા માંગે છે ભાજપ :જીતુ પટવારીનો આક્ષેપ

ભાજપે હોર્સ ટ્રેડિંગ કરવા સાત જન્મ લેવા પડશે :આ કમલનાથ સરકાર છે કુમારસ્વામીની સરકાર નથી

ભોપાલ :મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવેદન બાદ કોંગ્રેસના નેતાઓએ તેમના પર પલટવાર કર્યો હતો  મધ્ય પ્રદેશ સરકારમાં પ્રધાન જીતુ પટવારીએ જણાવ્યું કે ભાજપ કર્ણાટકની જેમ મધ્ય પ્રદેશની સરકાર પણ પાડી દેવા માંગે છે. આ માટે ભાજપ અનેક સમસ્યાઓ પણ ઉભી કરી રહ્યું છે.પરંતુ ભાજપ એ સમજી લે કે આ કમલનાથ સરકાર છે. કુમારસ્વામી સરકાર નથી.

  જીતુ પટવારીએ એમ પણ કહ્યું હતું કે મધ્ય પ્રદેશ સરકારમાં ભાજપે હોર્સ ટ્રેડિંગ કરવા માટે સાત જન્મો લેવા પડશે. અહીં કોંગ્રેસના તમામ ધારાસભ્યો એકજૂટ હોવાથી અહીં ભાજપની દાળ નહીં ગળે તેમ તેમણે જણાવ્યું.

(10:55 am IST)