Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

દહેજ લેવું કે આપવું એ ગુન્હો છે

દહેજ કેમ આપ્યો? પુત્રીના પિતા સામે કેસ

જોધપુર, તા.૨૪: રાજસ્થાનમાં પહેલીવાર મેટ્રોપોલિટન મેજિસ્ટ્રટની કોર્ટે સોમવારે પોલીસને નિર્દેશ આપ્યો કે, તે દહેજ આપનારા કન્યાના પિતા વિરુદ્ઘ કેસ નોંધે. જણાવી દઈએ કે, શખસે પોતાના જમાઈ અને તેના પરિવારજનો વિરુદ્ઘ દહેજ લેવા અને તેમની દીકરીનું શોષણ કરવા અંગે કેસ કરાવ્યો હતો, જેના કેટલાક વર્ષો બાદ આ મામલો સામે આવ્યો.

રિટાયર થઈ ચૂકેલા રામલાલે પોતાની દીકરીના સાસરિયા વિરુદ્ઘ ૨૦૧૭માં દહેજ અને શોષણનો કેસ નોંધાવ્યો હતો. જણાવી દઈએ કે, તેના લગ્ન એક સરકારી શિક્ષક જેઠમલના સાઙ્ખફ્ટવેર એન્જિનિયર દીકરા કૈલાસ સાથે થયા હતા. રામલાલે ભારપૂર્વક જણાવ્યું કે, તેમણે એક પરબિડીયાની અંદર ૧ લાખ રૂપિયા રાખીને લગ્ન દરમિયાન વરરાજાને આપ્યા હતા. આના પર જેઠમલે કોર્ટને અપીલ કરી હતી કે, રામલાલ વિરુદ્ઘ દહેજ આપવાનો કેસ નોંધવામાં આવે. વરપક્ષના વકીલ બ્રજેશ પારીકે કહ્યું કે, 'ચર્ચા દરમિયાન રામલાલ ભારપૂર્વક કહ્યું હતું કે, તેમને પોતાની પુત્રીના લગ્ન વખતે દહેજ આપ્યું હતું. પણ અમે કહેતા હતા કે, દહેજ લેવું ગુનો છે અને દહેજ આપવું પણ. અમે કોર્ટને અનુરોધ કર્યો કે, પોલીસને રામલાલ વિરુદ્ઘ દહેજ આપવાના મામલે કેસ નોંધવાનો નિર્દેશ આપે.'

આ અરજીનો સ્વીકાર કરતા મેજિસ્ટ્રેટ ઋચા ચૌધરીએ પોલીસને રામલાલ વિરુદ્ઘ કેસ નોંધવાનો આદેશ આપ્યો. રામલાલે પોતાની ફરિયાદમાં કહ્યું કે, 'લગ્ન બાદ કૈલાશ પોતાની પત્નીને છોડી નોએડા જતો રહ્યો અને સોફ્ટવેર એન્જિનિયરની નોકરી ચાલુ રાખી, જયારે હું મારી દીકરીને લઈ નોએડા ગયો ત્યારે તેણે તેને સ્વીકાર ન કરી અને અમને ભગાડી મૂકયા.'

તેમણે આરોપ લગાવતા કહ્યું કે, દીકરીના સાસરિયાઓએ દહેજના નામે તેનું શોષણ કર્યું અને પોતાના પતિ સાથે પણ ન રહેવા દીધી. તેમણે કહ્યું કે, દીકરીના સસરા તેના પ્રત્યે ખોટી લાગણી ધરાવતા હતા. પોલીસે કેસમાં તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે, જયાં બંને પક્ષો વચ્ચે વાદ-વિવાદ ચાલુ છે. પ્રતીકે કહ્યું કે, આ પહેલો કેસ છે જયારે હિન્દુ મેરેજ એકટની કલમ ૩ અંતર્ગત દહેજ આપનારા શખસ સામે કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે.

(10:09 am IST)