Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

હાલ રૂI.૨૦૦નો દંડ થાય છે

જાહેરમાં ધુમ્રપાન કરશો તો હવે થશે ૧૦૦૦ રૂપિયાનો દંડઃ એકટ સુધારશે કેન્દ્ર

નવી દિલ્હી, તા.૨૪: સાર્વજનિક સ્થાનો ઉપર ધ્રુમપાન કરવું હવે તમારા ખિસ્સાને ભારે પડી શકે તેમ છે. સીએનબીસી આવાજને સૂત્રોના હવાલાથી મળેવી એકસકલૂઝિવ જાણકારીના મતે સરકારે આ માટે કોટપા એકટમાં ફેરફારની કરવાની તૈયારી કરી રહી છે. આ એકટમાં ફેરફાર કરીને સરકાર દંડની રકમ વધારીને ૧૦૦૦ રુપિયાથી વધારે કરી શકે છે. હાલ કોટપા એકટમાં સાર્વજનિક સ્થાનો ઉપર ધ્રુમપાન કરતા પકડાતા ૨૦૦ રુપિયાનો દંડ થાય છે.

સૂત્રોના મતે સરકાર કોટપા એકટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર પછી સગીરને તમાકુ ઉત્પાદ વેચવા ઉપર પણ વધારે દંડ થશે. જયારે શિક્ષણ સંસ્થાનની આજુબાજુ તમાકુ ઉત્પાદન વેચવા ઉપર પણ ભારે દંડની જોગવાઈ છે. તમને જણાવી દઈએ કે સ્કૂલ-કોલેજના ૧૦૦ યાર્ડ્સની અંદર તમાકુ વેચી શકો નહીં.

ગત વિત્ત વર્ષમાં સરકારે દંડથી લગભગ ૫ કરોડ રુપિયાની રકમ વસુલી છે. કોટપા એકટ પ્રમાણે દંડ વસુલવામાં તમિલનાડુ સૌથી આગળ છે. જયારે દંડ વસુલવાના મામલે ગુજરાત બીજા નંબરે છે. મોટા રાજયોમાં બિહારની હાલત સૌથી ખરાબ છે.

સાર્વજનિક સ્થાનો ઉપર ધ્રુમપાન મોંઘું પડશે, સરકાર દંડની રકમ વધારવાની તૈયારી કરી રહી છેઃસૂત્ર, સરકાર દંડની રકમ ૧૦૦૦ રુપિયાથી વધારે કરી શકે છેઃ સૂત્ર,  Cotpa act પ્રમાણે દંડ વસુલવામાં તમિલનાડુ સૌથી આગળ, દંડ વસુલવામાં ગુજરાત બીજા નંબરે.

(10:08 am IST)