Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

યોગી સરકારના મંત્રી મંડળનું વિસ્‍તરણથશેઃ લોકસભાને ધ્‍યાનમાં રાખી નિર્ણય કરાશે

યુપીમાં મુખ્‍યમંત્રી સહિત પર મંત્રીઓઃ સંખ્‍યા ૬૦ સુધી પહોંચશે :આગામી ૩૦ મે થી ભાજપના સંપર્ક અભિયાન, જ્ઞાતિ, વિસ્‍તારને અનુરૂપ ફેરબદલની શકયતા

લખનૌ તા. ર૪ : યોગી સરકારના મંત્રી મંડળ વિસ્‍તારની ગતિવિધી ઝડપી બની છે. માનવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે યોજાનાર લોકસા ચૂંટણીમાં જ્ઞાતિગત સમીકરણોને બેલેન્‍સ રાખવા કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. જયારે કેટલાકનું પતુ કપાઇ જાય તેમ છે.

હાલ યુપી સરકારમાં યોગી સહિત કુલ પર લોકોનું મંત્રી મંડળ છે. એવો કયાસ લગાડવામાં આવી રહ્યો છે કે વિસ્‍તરણ બાદ મંત્રી મંડળની સંખ્‍યા ૬૦ સુધી પહોંચી શકે છે. જેથી ૮ નવા ચહેરાઓ સંમલીત થવાની શકયતા છે. યોગી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલુ વિસ્‍તરણ હશે. કેન્‍દ્ર એ હાલમાં જ કેટલાક મંત્રીઓના ખાતામાં બદલાવ કર્યો છે.

લોકસભાને ધ્‍યાને રાખી યુપીમાં ક્ષેત્રીય અને જ્ઞાતિ સમીકરણને વધુ વ્‍યાપક સામાજીક આધાર આપવા માટે વિસ્‍તરણ કરાતું હોવાની ચર્ચા છે. સ્‍થાનીક ચૂંટણીઓ બાદ વિસ્‍તરણને લઇને પણ રાજકીય વાતો વહેતી થઇ છે. આ ચૂંટણીઓમાં પણ મંત્રીઓના કામનું આંકલન કરવામાં આવ્‍યું હતું.

યોગી દ્વારા મંત્રીઓના સારા કામો, ખરાબ પ્રદર્શન, ક્ષેત્રીય-જ્ઞાતિગત સમીકરણોને ધ્‍યાનમાં રાખી વિસ્‍તરણ કરવામાં આવશે. કેન્‍દ્રમાં મોદી સરકારના ૯ વર્ષ પુરા થવાના અવસરે ભાજપ ૩૦ મે થી ૩૦ જૂન દરમિયાન દેશવ્‍યાપી સંપર્ક અભિયાન ચલાવનાર છે. જેમાં રાજય સરકારના મંત્રીઓની ભૂમિકા પણ રહેશે. એટલે જ અટકળો લગાડાઇ રહી છે. મંત્રી મંડળનું વિસ્‍તરણ અભિયાન પહેલા થશે કે ત્‍યારબાદ.

(4:13 pm IST)