Gujarati News

Gujarati News

News of Wednesday, 24th May 2023

મોરી કાકાની કેરીના સ્‍વાદનો ક્રિેકેટરોને પણ ભારે ચસ્‍કો

રાજકોટ : કેરી કોને ન ભાવે ? પણ મોરારભાઇ પટેલની કેરીએ ક્રિકેટરોને ભારે ચસ્‍કો લગાવ્‍યો છે. મોરી અંકલથી જાણીતા મોરારભાઇ હાલ ૯૫ વર્ષની વયે ખેતી કામ સંભાળી રહ્ય છે. શોખથી ખેતરમાં આંબાની વિવિધ જાતોનું વાવેતર કરેલ. સાઉથ ગુજરાતની વનલક્ષ્મી, કેસર, સોનપરી, હાફુસ, બારમાસી, નીલફાન્‍સો વગેરે કેરી તેઓ ઉછેરે છે અને ક્રિકેટરોને ભેટ મોકલતા રહે છે. તેમના પારિવારિક મિત્રો મૌલિક અમલાણી, રમેશભાઇ ચૌહાણ, ડો. મિનલ ટંડેલ, ચિંતન ઢોલરીયાની સાથે ક્રિકેટરો સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, રવિ શાષાી, સુનિલ ગાવસ્‍કર, રેખા જાવડેકર (સ્‍વ. અજીત જાવડેકરના ધર્મપત્‍નિ) સાથે તેઓ મુલાકાત કરી ચુકયા છે. સચિન તેંડુલકરે પોતાના નિવાસ સ્‍થાન મુંબઇ ખાતે પોતાની વ્‍યસ્‍તતા વચ્‍ચે ૨૦ મીનીટથી વધારે સમય આપી તેમની સાથે ન્‍યુઝીલેન્‍ડની જુની યાદો તાજી કરી હતી.

(3:55 pm IST)