Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

જયાં સુધી મોદી છે ત્યાં સુધી તમારા જંગલ- જમીન અને પરિવાર ઉપર કોઈ પંજો હાથ નહીં લગાડી શકેઃ નરેન્દ્રભાઈની ગર્જના

ઝારખંડના લોહરદગામાં જનસભાને વડાપ્રધાનનું સંબોધનઃ ૨૮મીએ મતદાન : કોંગ્રેસને વંશવાદ સામે ભગવાન સિરસા મુંડા, બાબા સાહેબ કે સરદાર પટેલ દેખાતા નથીઃ ગરીબને ગરીબ રાખવાની કોંગ્રેસની નિતી

રાંચીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજે ઝારખંડના લોહરદગામાં જનસભા સંબોધી હતી. તેમણે વિપક્ષ ઉપર આકરા પ્રહાર કરતા જણાવેલ કે તેઓએ હારનું ઠીકરૂ ઈવીએમ ઉપર ફોડવાની તૈયારી કરી લીધી છે, જેવી રીતે કોઈ બાળક પરીક્ષાના પરિણામ પહેલા પરેશાનીઓ ગણાવવા લાગે છે. જયાં સુધી મોદી છે, ત્યાં સુધી તમારી જમીન, જંગલ અને પરિવાર ઉપર કોઈ પંજો હાથ નહી લગાડી શકે.

 

ઝારખંડમાં પહેલા તબકકાનું મતદાન ૨૯મીના રોજ લોહરદગા, ચતરા અને પલામુમાં યોજાનારા છે. આ ત્રણેય બેઠકો ઉપર ૨૦૧૪માં ભાજપને જીત મળી હતી. લોહરદગાથી કેન્દ્રીય મંત્રી સુદર્શન ભગત ભાજપના ઉમેદવાર છે. તેની સામે કોંગ્રેસ ધારાસભ્ય સુખદેવ ભગતને મેદાનમાં ઉતાર્યા છે.

નરેન્દ્રભાઈએ વધુમાં જણાવેલ કે દેશની જનતા પોતાના ચોકીદાર ઉપર પ્રેમ વરસાવી રહી છે. તો બિચારા ઈવીએમને ગાળો ખાવી પડે છે. જે લોકો દિવસમાં ત્રણવાર વડાપ્રધાન બનવાના સપના જોવે છે. તેમના સપનાઓ ચુર- ચુર થઈ ગયા. અમે દેશને મજબુત બનાવવાના પ્રયત્નો કરીએ છીએ. દિલ્હીમાં મજબુત સરકાર બની એટલે અમે નકસલવાદ અને માઓવાદ ઉપર કાબુ મેળવી શકયા છીએ. ઝારખંડનાએ વિસ્તારોમાં લોકો દિવસે નિકળતા ડરતા હતા. ત્યાં પરિસ્થિતિ બદલાઈ રહી છે.

ઝારખંડના યુવાઓ મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે. દિલ્હીમાં બેસી ગામડાઓની વાત કરનારાઓએ આ પરિવર્તન જોવું જોઈએ. આજે આતંકવાદ સૌથી મોટી ચુનૈતી છે. ઈસ્ટરના દિવસે આતંકીઓએ શ્રીલંકામાં બોંબ બ્લાસ્ટ કર્યા. આ દિવસ માનવતાનું પ્રતીક છે અને આતંકીઓએ શ્રીલંકામાં બોંબ બ્લાસ્ટ કર્યા. આ દિવસ માનવતાનું પ્રતીક છે અને આતંકીઓએ પ્રાર્થના કરી રહેલ લોકોના જીવ લઈ લીધા. કેટલાક વર્ષો પહેલા ભારતમાં પણ આ જ માહોલ હતો. પાકિસ્તાન આતંકી મોકલતુ અને કોંગ્રેસ તેના મોત ઉપર આસુંઓ વહાવતી હતી. પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ દેવાનું કામ તમારા ચોકીદારે કયુ છે. અમે આતંકીઓને ઘરમાં ઘુસી માર્યા. આતંકીઓને ભારત વિરૂધ્ધ તેના ગુનાઓની સજા જરૂર મળશે.

મોદીએ જણાવેલ કે વિપક્ષો કયારેય નહીં માને કે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક થઈ. કોંગ્રેસ સેના ઉપર શંકા કરી રહી છે. ઝારખંડથી જે દિકરા- દિકરીઓ સેનામાં ગયા છે. તેમની નિયત ઉપર શંકા કરી શકાય? પણ કોંગ્રેસ કરી રહી છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યુ હતુ કે સેનામાં તો એ જ નવયુવાનો જાય છે જેને બે ટંકનું ભોજન નશીબ થતુ નથી. આવી વિચારસરણીવાળાએ ડુબી મરવું જોઈએ. કોંગ્રેસ શું ભાષા બોલી રહી છે. દેશના અપૂત દુશ્મનને મારવા અને જરૂર પડયે પોતાની છાતીમાં ગોળી ખાવા ઘરેથી માતાના આર્શીવાદ લઈને નિકળે છે.

કોંગ્રેસ જયારે- જયારે સરકારમાં આવે છે. ત્યારે દેશમાં નકસલીઓનું સમર્થન અને હિંસા વધી જાય છે. કોંગ્રેસ ફકત એક પરિવાર માટે સરકાર ચલાવે છે. તે એક પરિવારના વખાણ કરે છે. તેમને ફકત એક જ રત્ન દેખાય છે. આ પરિવાર સામે તેમને સિરસા મુંડા નથી દેખાતા. કોંગ્રેસ કયારેય ગરીબોની ભલાઈની પરવાહ નથી કરી પણ તેમનો ફકત વોટ બેંક માટે ઉપયોગ કર્યો છે.

અંતમાં વડાપ્રધાને જણાવેલ કે તમારા આ ચોકીદારની નિયત નેક છે એટલે નીતી ચોખ્ખી છે. બીજી તરફ કોંગ્રેસ પાસે ફકત વંશવાદ છે અને ગરીબને ગરીબ બનાવી રાખવાની નિતી છે. આ નિતીના કારણે જ જયાં કોંગ્રેસની સરકાર બની છે, તે આદીવાસીઓને મળતી સહાય બંધ કરી રહી છે. આ પરિવાર સામે કોંગ્રેસને ભગવાન સિરસા મુંડા નથી દેખાયા, નથી બાબાસાહેબ દેખાયા કે નથી સરદાર પટેલ દેખાયા.

(3:53 pm IST)