Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સિંગાપોરના બોલગરને વડાપ્રધાનની બદનામી કરવી ભારે પડી : કોર્ટે 72.50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

ફેસબુક પર વડાપ્રધાનને ભ્રષ્ટાચાર અને ઘોટાળા સાથે જોડી એક લેખ શેર કર્યો હતો

સિંગાપોરમાં એક બ્લોગર પર ત્યાંના વડાપ્રધાનની બદનામી કરવા પર 1,00,000 અમેરિકન ડોલર એટલે 72,58,970 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બ્લોગરને આદેશ આપવામાં આપવામાં આવ્યો હતો કે, તેણે વડાપ્રધાનને બદનામ કરવા માટે 1,00,000 ડોલરનું દંડ ચુકવવું પડશે. બ્લોગર પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર વડાપ્રધાનને ભ્રષ્ટાચાર અને ઘોટાળા સાથે જોડી એક લેખ શેર કર્યો હતો.

 બ્લોગર પર સિંગાપોરના વડાપ્રધાન લી હસિયન લૂંગને લઇ મલેશિયામાં મની-લોન્ડ્રિંગ ઘોટાળા સંબંધિત લેખ લખવા, તેમના વિશે ખોટા દાવા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ ચુકાદા પર ટિકાકારોનું કહેવું છે કે આ કેસ લોકોને ચુપ કરાવવાનો અને સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર અંકુશ સાધવાનો નવો દાખલો છે.

  અત્રે ઉલ્લેખનીય છે સિંગાપોરના નેતાઓએ હંમેશા પોતાના ટિકાકારોને નિશાન પર લેવા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે, જેમાં રાજકીય વિરોધીઓથી લઇ વિદેશી મીડિયા આઉટલેટ્સ સુધી સામેલ છે. તેઓ માને છે કે તેમની પ્રતિષ્ઠાની રક્ષા માટે આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે.

આ કેસને લઇ ત્યાંના હાઈકોર્ટના જજ એદિત અબ્દુલ્લાએ બ્લોબર વિરુદ્ધ અને વડાપ્રધાનના પક્ષમાં ચુકાદો આપ્યો. ત્યારબાદ દંડ તરીકે લી બ્લોગર લીઓંગને $ 99,000 ( $ 133,000)ચુકવવાનો આદેશ આપ્યો. લીએ 150,000 ડોલરના દંડની માંગ કરી હતી.

કોર્ટના નિર્ણય અંગે લીઓંગે જણાવ્યું કે હું નિશ્ચિત રીતે નિરાશ છું. તેમણે જણાવ્યું કે મને આશા છે કે આ છેલ્લી વખત હશે, જ્યારે કોઈ પણ રાજકીય નેતા સામાન્ય નાગરિકો પર બદનક્ષીનો કેસ કરશે. તેમણે લોકોને નુકશાનનું ખર્ચ કવર કરવા માટે દાન આપવાની પણ અપીલ કરી છે. લીઓંગના વકીલ લિમ ટીને ચુકાદાને “ખોટો અને સંપૂર્ણપણે દોષિત નિર્ણય” ગણાવ્યો હતો.

(12:33 am IST)