Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર :પહેલીવાર એક દિવસમાં રેકોર્ડબ્રેક 31855 નવા કેસ નોંધાયા :95 લોકોનાં મોત

એકલા મુંબઈમાં 5185 કેસ નોંધાયા : રાજ્યમાં આજે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી

મુંબઈ: મહારાષ્ટ્રમાં એકવાર ફરી કોરોનાને કહેર જોવા મળી રહ્યો છે. આજે પહેલીવાર એક દિવસમાં 31855 નવા કેસ નોંધાયા છે. એકલા મુંબઈમાં 5185 કેસની પુષ્ટી થઈ હતી. આ પહેલા મંગળવારે 28,699 કેસ સોમવારે 24,645, રવિવારે 30,535 નવા કેસ નોંધાયા હતા.

બુધવારે સાંજે 8 વાગ્યે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 31,855 નવા કેસ નોંધાયા છે અને 95 લોકોનાં મોત થયા છે. જ્યારે 15098 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 25,64,881 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમાંથી 22,62,593 લોકો સાજા થયા છે અને 53,684 લોકોના મૃત્યુ થયા છે.

(9:39 pm IST)