Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભારતમાં એડવેન્ચર માટે ખૂબ જ લોકપ્રિય મોટર સાયકલ હોન્ડા દ્વારા લોન્ચઃ રૂ. ૬.૮૭ લાખ કિંમતમા અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ

અમદાવાદ તા. ર૪ : થોડા વર્ષો પહેલા HERO કંપનીએ પોતાની IMPULSE નામની એડવેન્ચર સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરી હતી. જો કે માર્કેટમાં તેની માગ બહુ ખાસ રહી ન હતી. જો કે હાલમાં HONDA કંપનીએ પોતાની CB500X એડવેન્ચર ટૂરર બાઈક લોન્ચ કરી છે. HONDA CB500Xના લોન્ચ સાથે કંપનીએ ભારતમાં પોતાના પ્રીમિયમ ઉત્પાદ પોર્ટપોલિયોનું વિસ્તરણ કર્યું છે. HONDA CB500X માટે સમગ્ર ભારતમાં હોંડાની પ્રીમિયમ ડીલરશિપ BIGWING TOPLINE અને BIGWINGમાં બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. ભારતમાં એડવેન્ચર મોટરસાઈકલ બહુ લોકપ્રિય છે.

HONDA CB500Xમાં 471CC, 8 વાલ્વ, લિક્વિડ કુલ્ડ, પેરલલ ટ્વિન-સિલિન્ડરવાળું એન્જીન મળે છે. આ એન્જીન 8500 RPM પર 47BHPનો પાવર અને 6500 RPM પર 43.2 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જીન સાથે 6-સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે, જે આસિસ્ટ અને એક સ્લિપપ ક્લચ ટ્રાન્સમિશન સાથે આવે છે.

હોંડાની પેરલલ ટ્વિન એડવેન્ચર ટૂરર બાઈક કંપ્લીટલી નોક્ડ ડાઉન યુનિટના રૂપમાં ભારતીય બજારોમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. CB500Xમાં 2 કલર ઓપશન મળે છે. ગ્રાન્ડ પ્રિક્સ અને મેટ ગનપાઉડર બ્લેક મેટાલિકમાં ઉપલબ્ધ છે.

નવી HONDA CB500Xમાં અનેક આધુનિક ફિચર્સ આપવામાં આવ્યા છે. જેવા તે સેમી-ફેયરિંગ ડિઝાઈન, મોચી વિંડસ્ક્રિન, ફુલ LED લાઈટિંગ, નેગેટિવ LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સિંગલ પીસ સીટ અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. આ સાથે જ બાઈકમાં ડ્યુલ ચેનલ ABS, ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ અને હોંડા ઈગ્નિશન સિક્યોરિટી સિસ્ટમ જેવા ફિચર્સ સામેલ છે.

HONDA CB500Xની ગુરૂગ્રામમાં એક્સ શોરૂમ કિંમત 6.87 લાખ રૂપિયા છે. નવી HONDA CB500Xનું ભારતમાં KAWASAKI VERSEYS 650, SUZUKI V-STROM 650 XT અને BENELLI TRK 502 જેવી બાઈક સાથે મુકાબલો થશે.  

(5:19 pm IST)