Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

કાશ્મીરમાં નાકાબંધી દરમિયાન સુમોમાંથી હથિયાર અને દારૃગોળો મળી આવ્યા

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જીલ્લાના કોકરનાગ ખાતે પોલીસ અને સેના દ્વારા સંયુકત તલાસી દરમિયાન એક સુમો મોટરમાંથી હથિયારો અને દારૃગોળો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સુમો ચાલકની પૂછપરછ ચાલુ છે. આ હથિયારો આતંકીઓને પહોંચાડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પોલીસ અને લશ્કરના જવાનોએ આજે કોકરનાગના સેનજી ગડોલ વિસ્તારમાં નાકાબંધી કરી વાહનોની તપાસ શરૃ કરી છે.

(5:00 pm IST)