Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મારુતિ સુઝુકી બાદ હવે નિસાન : આવતા મહિનાથી મોંઘી થશે કાર

કાચા માલની કિંમતમાં વધારાને લીધે કારના ભાવમાં વધારો કરાશે

નવી દિલ્હી : મારુતિ સુઝુકી પછી હવે ઓટો કંપની નિસાન ઇન્ડિયાએ પણ પોતાની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, કાચા માલની કિંમતમાં વધારાને લીધે, તે આગામી મહિનાથી તેની સંપૂર્ણ ઉત્પાદન શ્રેણીના ભાવમાં વધારો કરશે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, નિસાન અને ડેટસનના તમામ મોડેલોની કિંમતો 1 એપ્રિલ, 2021 થી વધશે.

કંપનીને અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓટો સ્પેરપાર્ટસની કિંમતોમાં સતત વધારો થયો છે અને કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં આ વધારાને સમાયોજિત કરવાનો પ્રયાસ કર્યો છે. નિસાન મોટર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે, "અમને નિસાન અને ડેટસનના તમામ મોડેલોની કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી છે. વિવિધ મોડેલો માટે આ વધારો અલગ હશે અને અમે ભારતીય ગ્રાહકો માટે હજી પણ શ્રેષ્ઠ કિંમત ઓફર કરી રહ્યા છીએ. જો કે, કંપનીએ હજી સુધી કહ્યું નથી કે કયા મોડેલની કિંમતમાં કેટલો વધારો.થશે

(12:33 pm IST)