Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બુઝર્ગ મહિલાએ રાહુલ ગાંધીને ગાલ પર ચુમી કરતો વીડીયો કોંગ્રેસી નેતાએ કર્યો શેર

તિરૂવનંત પુરમ :.. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે કેરળમાં ચૂંટણી પ્રવાસ પર હતાં. કેરળમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક બુઝર્ગ મહિલાએ રાહુલનો ગાલ ચૂમી લીધો હતો. કોંગ્રેસ નેતાએ ગાલ ચુમતી બુઝર્ગ મહિલાનો આ વીડીયો પોતાના ટવીટર એકાઉન્ટથી શેર કર્યો છે.

રાહુલ ગાંધી જયારે કેરળમાં પોતાની ચૂંટણી સભાને સંબોધિત કરીને પોતાની ગાડી દ્વારા બીજા કાર્યક્રમ સ્થળ તરફ જઇ  રહ્યા હતા ત્યારે બે બુઝર્ગ મહિલાઓ તેમની પાસે આવી અને તેમની સાથે વાત કરવા લાગી. વાતચીત દરમ્યાન એક બુઝર્ગ મહિલાએ તેમને ચૂમી લીધા હતાં. રાહુલ ગાંધીએ પણ તેમને સહજતાથી ગળે લગાવ્યા હતાં. રાહુલે બુઝર્ગ મહિલા સાથેની વાતચીતનો આ વીડીયો પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે.ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલે કહ્યું કે કેરળમાં યુડીએફ જ આગામી સરકાર બનાવશે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો ન્યાય યોજના લાગુ કરશે અને કલ્યાણકારી પેન્શનને પણ ૩૦૦૦ કરી દેવાશે. આ ઉપરાંત તેમણે રબ્બર, અનાજ અને નારીયેલ માટે એમએસપી વધારવાનું પણ વચન આપ્યું છે.

(11:31 am IST)